After losing series against india, aus did some significant changes within team
  • Home
  • Sports
  • Cricket
  • ભારત વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં મળી હાર બાદ, ઑસ્ટ્રેલિયાએ ટીમમાં કર્યો મોટો ફેરફાર

ભારત વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં મળી હાર બાદ, ઑસ્ટ્રેલિયાએ ટીમમાં કર્યો મોટો ફેરફાર

 | 1:52 pm IST

ઑસ્ટ્રેલિયા-ભારત વચ્ચે રમાયેલી ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં ઑસ્ટ્રેલિયાને 1-2થી હારનો સામનો કરવો પડ્યો છે. આગામી 24 જાન્યુઆરી અને 5 ફેબ્રુ્આરીએ ઑસ્ટ્રેલિયા-શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચ રમાવા જઇ રહી છે. જેને ધ્યાનમાં રાખીને ઑસ્ટ્રેલિયા દ્વારા ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેને જોતા લાગી રહ્યું છે કે ભારત સામે મળેલી કારમી હારમાંથી ઑસ્ટ્રેલિયાએ કઇંક શીખ મેળવી હોય.

આ વખતે ટીમ દ્વારા શ્રીલંકા વિરુદ્ધ રમાવા જઇ રહેલી ટેસ્ટ શ્રેણીને ધ્યાનમાં રાખીને થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. સિરીઝની પહેલી ટેસ્ટ મેચ રમવા માટે વિલ પુકોવ્સ્કીને ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે. આ સીવાય મેચ રેનશૉ પણ ટીમનો ભાગ બનશે.

વિક્ટોરિયાના વિલ પુકોવ્સ્કીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાનું શાનદાર પ્રદર્શન આપીને સિલેક્ટર્સને પ્રભાવિત કરી દીધા હતા. જેનો ફાયદો તેમને ક્યાંક ને ક્યાંક હવે મળી રહ્યો છે. એરન ફિંચ, પીટર હૈંડ્સકૉમ્બ, મિશેલ માર્શ અને શૉન માર્શને ઑસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. વિલ પુકોવ્સ્કીએ સીવાય ટીમમાં જો બર્ન્સને પણ સામેલ કરવામાં આવ્યા છે.

13 સભ્યો વાળી આ ટીમમાં વિલ પુકોવ્સ્કીએ, બર્ન્સ અને રેનશૉ શ્રીલંકા વિરુદ્ધ રમાવા જઇ રહેલી ત્રણ દિવસીય પિંક બૉલ વૉર્મ મેચ રમશે. ઑસ્ટ્રેલિયા દ્વારા આ બદલાવ એટલા માટે કરવામાં આવ્યો છે કારણે ભારવ વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત પહેલા એકપણ એશિયાઇ ટીમ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધા રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં સફળ થઇ નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન