After losing the match, the players of Delhi became emotional
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • મેચ હારતા દિલ્હીના ખેલાડીઓ થયા ભાવુક, પૃથ્વી શો, પંત રડી પડ્યા

મેચ હારતા દિલ્હીના ખેલાડીઓ થયા ભાવુક, પૃથ્વી શો, પંત રડી પડ્યા

 | 10:33 am IST
  • Share

  • KKRએ બીજી ક્વોલિફાયર મેચમાં DCને 3 વિકેટે હરાવ્યું
  • મેચ હારતા દિલ્હીના ખેલાડીઓ થયા ભાવુક
  • DCના પૃથ્વી-પંત સહિત ખેલાડીઓ રડી પડ્યા

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ બીજી ક્વોલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)ને 3 વિકેટે હરાવીને આઈપીએલની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઈનલમાં તે મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે થશે. કોલકાતા સામેની હાર બાદ દિલ્હીનો ઓપનર પૃથ્વી શો સહિતના ખેલાડીઓ દુઃખી થયા હતા. પૃથ્વી શો, રિષભ  પંત સહિતા કેટલાક ખેલાડીઓ રડી પડ્યા હતા. પૃથ્વી શો ડ્રેસિંગ રૂમમાં એકલો રડતા જોવા મળ્યો હતો. પૃથ્વી શો આ હારથી ખરાબ રીતે ભાંગી પડ્યો હતો. પૃથ્વી શોના શ્રેષ્ઠ મિત્ર શિખર ધવન પૃથ્વી પાસે આવ્યા અને તેને સંભાળવાની કોશિશ કરી હતી. છેલ્લી ઓવરમાં કોલકાતાને જીત માટે સાત રનની જરૂર હતી. રવિચંદ્રન અશ્વિન બોલિંગ પર હતો. અશ્વિને શાકિબ અલ હસન અને સુનીલ નારાયણને બે બોલમાં શૂન્ય પર આઉટ કરીને હેટ્રિકની તક બનાવી હતી. છેલ્લા બે બોલમાં કોલકાતાને જીત માટે છ રનની જરૂર હતી. રાહુલ ત્રિપાઠીએ એક સિક્સર ફટકારી મેચ પર કબ્જો કર્યો હતો.

KKRએ ટોસ જીતી દિલ્હીને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું, જેમાં DCએ 20 ઓવરમાં માત્ર 135/5નો સ્કોર કર્યો હતો, જેના જવાબમાં એક સમયે એકતરફી થયેલી મેચને જીતવા માટે કોલકાતાની આંખોમાં પાણી આવી ગયાં હતાં. જોકે રાહુલ ત્રિપાઠીએ છેલ્લી ઓવરના પાંચમા બોલ પર સિક્સ મારી KKRને મેચ જિતાડી હતી. આ મેચ પછી પૃથ્વી શો અને કેપ્ટન પંત સહિત મોટા ભાગના ખેલાડીઓ મેદાન પર ભાવુક થવાથી લઈને કાર્તિકનો ફિલ્ડિંગ દરમિયાન કોડવર્ડ લીક થયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો