After losing the RCB match in the IPL, captain Virat Kohli cried on the field
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL ટ્રોફી જીતવાનું સપનું રોળાતા વિરાટ કોહલી મેદાનમાં જ રડ્યો, Video

IPL ટ્રોફી જીતવાનું સપનું રોળાતા વિરાટ કોહલી મેદાનમાં જ રડ્યો, Video

 | 5:57 pm IST
  • Share

  • RCBની હાર બાદ વિરાટ કોહલી ભાવુક
  • ભાવુક વિરાટ કોહલીનો વીડીયો વાયરલ
  • IPL ટ્રોફી જીતવાનું RCBનું સપનું તૂટ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ પર 138 રન બનાવ્યા હતા અને કોલતકાતાને 139 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં કોલકાતાએ 2 બોલ બાકી રહેતા આ મુકાલબો જીતી લીધો હતો. વિરાટ કોહલી આ આઇપીએલમાં છેલ્લી વખત આરસીબીની કેપ્ટનશીપ કરતો નજર આવ્યો, તેણે પોતાના કેપ્ટન પદને છોડવાની ઘોષણા પહેલા જ કરી લીધી હતી. જોકે આઇપીએલ 2021ની પોતાની છેલ્લી મેચ બાદ કોહલી ભાવુક નજર આવ્યો હતો.

કોહલીનો વીડિયો વાયરલ

વિરાટ કોહલી કોલકાતા વિરૂદ્ધ હાર મળ્યા બાદ ભાવુક થઇ ગયો હતો. વિરાટ કોહલીની સાથે ટીમના બાકીના સદસ્યો પણ ભાવુક જોવા મળ્યા હતા. તેમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં વિરાટ કોહલી અને એબી ડીવિલિયર્સના ચહેરા પર સાફ નજર આવી રહ્યું છે કે આ હારથી તેઓ ખુબ જ નિરાશ છે.

વિરાટનું સપનું ફરીથી રોળાયું

આ સાથે જ ફરીથી વિરાટ કોહલીનું આઇપીએલ ટ્રોફી જીતવાનું સપનું તૂટી ગયુ છે. વિરાટ ગત 13 વર્ષથી આ એક ટ્રોફીને જીતવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ દરેક વખતે તેણે હારનો સામનો કર્યો છે. આ ટીમ ત્રણ વખત ફાઇનલ સુધી પહોંચી છે પરંતુ દરેક વખતે અન્ય ટીમે આરસીબીને પછાડી ટ્રોફી હાંસલ કરી લીધી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો