After Netanyahu fails to form coalition, Israel to hold new election
  • Home
  • World
  • એકબાજુ પીએમ મોદી શપથ લેશે, બીજી બાજુ તેમના ખાસ દોસ્તની સરકાર પડી ભાંગી

એકબાજુ પીએમ મોદી શપથ લેશે, બીજી બાજુ તેમના ખાસ દોસ્તની સરકાર પડી ભાંગી

 | 4:25 pm IST

ગુરુવારે સાંજે નરેન્દ્ર મોદી વડા પ્રધાન પદના શપથ લેશે, તો બીજી બાજુ વિદેશમાં તેમના ખાસ દોસ્ત ગણાતાં વડા પ્રધાનની ખુરશી છોડવાનો વારો આવ્યો છે. ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ ચૂંટણી બાદ ગઠબંધન સરકાર બનાવવામાં નિષ્ફળ થયા છે. જે બાદ બુધવારે સાંસદોએ સંસદને ભંગ કરવાનો નિર્ણય કર્યો છે. એનો મતલબ કે, હવે ઈઝરાયેલમાં ફરીથી ચૂંટણી થશે.

ઈઝરાયેલની પીએમ નેતન્યાહુ ગત મહિને યોજાયેલ ચૂંટણી બાદ દક્ષિણપંથી ગઠબંધન બનાવવામાં નાકામ રહ્યા છે. ઈઝરાયેલના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે, જ્યારે કોઈ વડા પ્રધાનને ગઠબંધન ન બનાવવાના કારણે સત્તા ગુમાવવાનો વારો આવશે. ગઠબંધન કરવા માટે બુધવારની મધરાત્રિની સમય સીમા સમાપ્ત થયા બાદ સંસદને ભંદ કરવાના સમર્થનમાં 74 વોટ પડ્યા હતા.

એપ્રિલમાં થયેલ ચૂંટણીમાં નેતન્યાહુની લિકુડ પાર્ટીને 120માંથી 35 સીટો મળી હતી. મતગણતરી સમયે લાગતું હતું કે, નેતન્યાહુ પાંચમી વખત વડા પ્રધાન બની શકે છે. પણ પૂર્વ રક્ષામંત્રી એવિગ્દોર લિબરમન સાથે ગઠબંધન ન કરી શકવાને કારણે આ સંભવ ન થઈ શક્યું. રાષ્ટ્રવાદી દળ ઈઝરાયેલ બેતેન્યુ પાર્ટીથી સંબધ રાખનાર લિબરમનમાં અતિ ધર્મનિષ્ઠ યહુદી દળોની સાથે આવવા માટે એક શરત રાખી હતી કે, તેમને અનિવાર્ય સૈન્ય સૈવામાં છૂટ આપવા માટે પોતાના પ્રસ્તાવમાં પરિવર્તન કરવું પડશે.

ભારતની લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમત હાંસલ કર્યા બાદ ઈઝરાયેલના પીએમ નેતન્યાહુએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. અને આ ટ્વીટ તેમણે હિન્દીમાં લખ્યું હતું. મારા દોસ્ત @narendramodi તમારી પ્રતિભાશાળી ચૂંટણી જીત બદલ હાર્દિક અભિનંદન. આ ચૂંટણી પરિણામ ફરી એક વાર દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં તમારા નેતૃત્વને સાબિત કરે છે. આપણે સાથે મળીને ભારત અને ઈઝરાયેલ વચ્ચેની ઘનિષ્ટ મિત્રતાને મજબૂત કરવાનું ચાલું રાખીશું. ખૂબ સરસ, મારા દોસ્ત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન