નોટબંધી: એ વખતે લાઇનમાં ઉભા-ઉભા ધ્રુસકેને ધ્રુસકે રડ્યા હતા, પરંતુ હવે બોલી રહ્યાં છે કે.... - Sandesh
  • Home
  • Business
  • નોટબંધી: એ વખતે લાઇનમાં ઉભા-ઉભા ધ્રુસકેને ધ્રુસકે રડ્યા હતા, પરંતુ હવે બોલી રહ્યાં છે કે….

નોટબંધી: એ વખતે લાઇનમાં ઉભા-ઉભા ધ્રુસકેને ધ્રુસકે રડ્યા હતા, પરંતુ હવે બોલી રહ્યાં છે કે….

 | 1:03 pm IST

નોટબંધી દરમ્યાન બેન્કો અને એટીએમ્સની આગળ લાંબી લાઇનો સામાન્ય થઇ ગઇ હતી. કેટલાંય લોકોને ખૂબ જ કષ્ટ ઉઠાવવું પડ્યું હતું. તેમાંથી એક નંદલાલ છે. ગુરૂગ્રામ સ્થિત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ની બ્રાન્ચમાં ચાર કલાક ઉભા રહ્યા બાદ પણ જ્યારે 80 વર્ષના આ રિટાયર્ડ આર્મી મેનને પૈસા મળ્યા નહોતા અને તેઓ ધ્રુસકેને ધ્રુસકે રડ્યા હતા. ત્યારે નંદલાલની તસવીરો વાયરલ થઇ હતી અને તેમાં તેઓ ખૂબ જ અસહાય લાગી રહ્યાં હતા.

નોટબંધીના ટીકાકારોએ નંદલાલને પોસ્ટર બૉય બનાવી દીધા હતા. તેનો હવાલો આપતા સરકારની વિરૂદ્ધ ખૂબ પ્રહારો થયા હતા. ટીકાકારોએ કહ્યું કેસ સરકારનો એ દાવો ખોટો છે કે માત્ર ભ્રષ્ટ ધનિક નિશાના પર આવ્યા છે. નોટબંધીની જાહેરાતનું એક વર્ષ પૂરું થવાના અવસર પર એક અંગ્રેજી અખબારે નંદલાલની મુલાકાત લીધી અને તેમની પાસેથી જાણવાની કોશિષ કરીને નોટબંધીને લઇને હવે તેમનું શું મંતવ્ય છે.

જ્યારે ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા હતા નંદલાલ
નંદલાલ જૂના ગુરૂગ્રામ સ્થિત ભીમનગર વિસ્તારમાં 8×10ની ભાડાંના રૂમમાં રહે છે. આ નાનકડા રૂમમાં તેમના સામાનથી ભરેલી એક ટ્રક, નાનકડી પથારી, પ્લાસ્ટિકની ખુરશી, એક ડોલ, એક એસ્ટ્રે, પાણીની કેટલીક બોટલો અને ભગવાન શિવ અને ગણેશની એક-એક તસવીર છે. ભાગલા સમયે તેઓ પાકિસ્તાનના ડેરા ગાજી ખાનથી ભારત આવ્યા હતા. તેમણે 1991મા આર્મીમાંથી રિટાયરમેન્ટ મળ્યું હતું. તેમણે એક દીકરીને દત્તક લીધી છે જેના લગ્ન થઇ ચૂકયા છે અને કયારેક કયારેક મળવા માટે આવે છે. નંદલાલને દેશની સેવા કરવાનું ગર્વ છે. તેઓ ઓછું સાંભળે છે.

તેમણે જણાવ્યું કે નોટબંધી વખતે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાંય પૂરતા પૈસા મળ્યા નહોતા. તેમણે કહ્યું કે મારે ભાડાંના અને મેડને માસિક પગાર આપવા માટે પૈસાની જરૂર હતી. તે સમયે હું બેન્કની લાઇનમાં ઉભો હતો અને કોઇએ મને જોરથી ધક્કો માર્યો હતો. આ લાઇનમાં એક મહિલાએ તેમનો પગ કચડી દીધો હતો. તેમણે કહ્યું કે આ સિવાય મને બીજી કોઇ ખાસ મુશ્કેલી પડી નથી. લાલ એ કહ્યું કે શરૂઆતમાં તેમને પૈસા કાઢવામાં મુશ્કેલી હતી પરંત બાદમાં બધું બરાબર થઇ ગયું. હવે તેમનું કહેવું છે કે હવે હું મારી મેડને બેન્ક મોકલી દઉ છું અને તે જ મારા વતી પૈસા લઇ આવે છે.

લાલે કહ્યું કે હવે હું નોટબંધીથી ખુશ છું. પરંતુ પ્રશ્ન એ થાય છે કે શું નોટબંધી સાચો નિર્ણય હતો? તેના પર લાલનું કહેવું છે કે તેઓ સરકારના દરેક નિર્ણયનું સમર્થન કરશે કારણ કે તેઓ એક સર્વિસમેન છે. એક સાચા રાષ્ટ્રવાદી નંદ લાલ હે છે કે તેઓએ 20 વર્ષ સુધી દેશની આર્મી માટે કામ કર્યું છે અને તેઓ સરકારના દરેક નિર્ણયનું પાલન કરશે. તેમણે કહ્યું કે સરકાર જે પણ કરે છે તે દેશની ભલાઇ માટે જ થાય છે. તેમણે કહ્યું કે હું એક સૈનિક છું અને હું સરકારના દરેક નિર્ણયની સાથે છું.