After petrol and diesel prices of CNG and PNG gas have also gone
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • પેટ્રોલ ડીઝલ બાદ હવે CNG અને PNG ગેસના ભાવમાં પણ ધરખમ વધારો

પેટ્રોલ ડીઝલ બાદ હવે CNG અને PNG ગેસના ભાવમાં પણ ધરખમ વધારો

 | 9:31 am IST
  • Share

ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે ફરી એક વખત CNG અને PNG ના ભાવમાં વધારો કર્યો છે. 10 દિવસમાં બીજી વખત ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો 13 ઓક્ટોબર એટલે કે આજથી જ અમલમાં મુકવામાં આવી છે. આ પહેલા 2 ઓક્ટોબરના રોજ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આ વર્ષે આ 5મી વખત હતી જ્યારે CNG અને PNG ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડના જણાવ્યા અનુસાર સીએનજી અને પીએનજી 2 રૂપિયાથી વધુ મોંઘા થયા છે.

રાજધાની દિલ્હીમાં આજથી સીએનજી 49.76 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને પીએનજી 35.11 રૂપિયા પ્રતિ એસસીએમ પર ઉપલબ્ધ થશે. સીએનજી નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં 56.02 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ગુરુગ્રામમાં 58.20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ થશે. જ્યારે PNG નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં SCM દીઠ ભાવ 34.86 રૂપિયા અને ગુરુગ્રામમાં તે 33.31 રૂપિયા હશે.

ગયા વર્ષે 4 ઓક્ટોબરે સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. રાજધાની દિલ્હીમાં સીએનજીની કિંમત વધીને 42.70 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજીની કિંમત 27.50 રૂપિયા પ્રતિ એસસીએમ થઈ હતી. દિલ્હી-એનસીઆરમાં મોટાભાગના વાહનો, બસ, ટેક્સીઓ અને ઓટો સીએનજી પર ચાલે છે. CNG પેટ્રોલ અને ડીઝલ કરતા ઘણું સસ્તું છે. CNG પર ચાલતા વાહનોનો ઓપરેટિંગ ખર્ચ પેટ્રોલ કરતા 66% ઓછો અને ડીઝલ કરતા 28% ઓછો છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો