અમદાવાદી યુવકની અવળચંડાઇ, CRRF હુમલા બાદ ફેસબુકમાં કરી વિવાદાસ્પદ પોસ્ટ - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદી યુવકની અવળચંડાઇ, CRRF હુમલા બાદ ફેસબુકમાં કરી વિવાદાસ્પદ પોસ્ટ

અમદાવાદી યુવકની અવળચંડાઇ, CRRF હુમલા બાદ ફેસબુકમાં કરી વિવાદાસ્પદ પોસ્ટ

 | 10:12 pm IST

જમ્મુ એન્ડ કાશ્મીરના પુલવા ખાતે સીઆરપીએફના જવાનોના કોનવે પર હુમલો થયો હતો. જેમાં 40 જવાનોના મોત થયા બાદ રાજ્ય સહિત દેશભરમાં આંતકવાદીઓનો વિરોધ થવા લાગ્યો હતો. આ દરમિયાન સોશિયલ મિડિયા પર આતંકવાદના વિરોધમાં સુત્રો અને લખાણો આવવા લાગ્યા હતા. આ સમયે ચાંદખેડાના વિજય લેવા નામના શખસે તેના ફેસબુક પર આતંકવાદીઓના સમર્થન કરતી પોસ્ટ કરી ડીલેટ કરી દીધી હતી. આ અંગે સાઇબર ક્રાઇમે ગુનો નોધી વિજયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જમ્મુ એન્ડ કાશ્મિરના પુલવા ખાતે સીઆરપીએફના જવાનોના કોનવે પર આતંકવાદી હુમલો થયો હતો. આ બનાવ બાદ દેશભરમાં આતંકવાદી પ્રવૃતીઓ પર રોષ ફેલાયો હતો. આ સમયે અનિચ્છનિય બનાવ ન બને તે માટે સશિયલ મિડિયા પર મોનીટરીંગ ચાલી રહ્યું હતુ. જેમાં કોમી વૈમનશ્ય ફેલાય અને લોકોની લાગણી દુભાય તેવા મેસેજો પર વોચ રાખી રહ્યા હતા.

આ સમયે વિજય લેવા નામની ફેસબુક પ્રોફાઇલ પર આંતકવાદીઓને સમર્થન કરતી પોસ્ટ કરી હતી અને તેનાથી લોકોની લાગણી દુભાય તેમ હતી. આ અંગે સાઇબર ક્રાઇમને જાણ થતાં સુલેહ શાંતિનો ભંગ થાય તેવી પ્રવૃતી હોવાથી તેના વિરુધ્ધમાં ગુનો નોંધાયો હતો. આ પોસ્ટ વાઇરલ થયા બાદ વિજય ગોવિંદભાઇ પટેલે હટાવી લીધી હતી. ઘટના અંગે સાઇબર ક્રાઇમે ગુનો નોધી ચાંદખેડા રહેતા અને મેડિકલ સ્ટોર પર નોકરી કરતા વિજયની ધરપકડ કરી હતી.