After Pulwama Attack Indias Master Stroke against Pakistan
  • Home
  • Featured
  • પાકિસ્તાનની દુ:ખતી નસ ભારતના હાથમાં, આ રીતે લઈ શકે છે પુલવામાનો ખરેખરો બદલો

પાકિસ્તાનની દુ:ખતી નસ ભારતના હાથમાં, આ રીતે લઈ શકે છે પુલવામાનો ખરેખરો બદલો

 | 8:14 pm IST

પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં 44 જવાનો શહીદ થતા દેશવાસીઓમાં રોષનો લાવા ભભકી રહ્યો છે. કોઈ પણ ભોગે પાકિસ્તાનને પાઠ ભણાવવાની માંગણી થઈ રહી છે. કોઈ સીધુ યુદ્ધ તો કોઈ ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની માંગ કરી રહ્યું છે.

જોકે ભારતે આ હુમલા બાદ પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો પાછો ખેંચી લઈ તેને જોરદાર આર્થિક ફટકો માર્યો છે. આનાથીયે વધારે સટીક જવાબ આપવાની ભારત પાસે સારી તક છે. ભારતના હાથમાં પાકિસ્તાનની એક એવી દુખતી નસ છે, જે દબાવવાથી ન તો યુદ્ધની જરૂર પડશે અને ન તો સર્જિકલ સ્ટ્રાઇકની.

પાકિસ્તાનની આ નબળી કડી છે, સિંધુ નદી. જો ભારત પાકિસ્તાન સાથે ગયેલી સિંધુ જળ સંધિને તોડી દેશે તો આ પાકિસ્તાન માટે સૌથી મોટો આંચકો હશે. સિંધુ જળ સંધિ ભારત માટે એક એવો માસ્ટર સ્ટ્રોક હશે, જેનાથી તેને સીધું જોખમ નથી. સવાલ એ છે કે ભારત પાકિસ્તાન સાથે અનેક પ્રકારના મતભેદ અને દુશ્મની હોવા છતાંય આ જળ સંધિ કેમ નથી તોડી શકતું. તેના પણ કેટલીક મહત્વપૂર્ણ કારણો છે, જેને જાણવા જરૂરી છે.

એક અહેવાલમાં અટલ બિહારી વાજપેયી સરકારમાં વિદેશ સચિવ રહેલા કંવલ સિબ્બલે કહ્યું હતું કે, ભારતની પાસે એક ખૂબ જ અસરદાર વિકલ્પ છે અને તે છે સિંધુ જળ સંધિ તોડવાનો. ભારત સરકાર આ જળ સંધિને તાત્કાલીક અસરથી ખતમ કરી દે. જો ભારતે આવું કર્યું તો પાકિસ્તાન તરત સીધું થઈ જશે, કારણ કે પાકિસ્તાનને તેની જરૂરિયાતથી વધુ પાણી ભારતમાંથી પસાર થતી સિંધુ નદીથી જ મળે છે. પાકિસ્તાની આતંકવાદનો ભારત પાસે કોઈ જવાબ નથી, બરાબર આવી જ રીતે પાકિસ્તાની પાસે પણ સિંધુ જળ સંધિ તૂટવા પર કોઈ વિકલ્પ નથી.

તો ભારત કેમ સંધિ ના તોડી શકે?

પૂર્વ સચિવ કંવલ સિબ્બલ અનુસાર અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવ્યા બાદ પોતાના ખાસ મિત્ર જાપાન અને કેનેડા સહિત નઅનેક દેશો સાથે પણ કેટલીક સંધિઓ ફોક કરી છે. હવે જો અમેરિકા આવું કરી શકતુ હોય તો ભારત પણ કરી જ શકે છે. ભારતીય વિદેશ સેવાના સિનિયર અધિકારી વિવેક કાતજૂ પણ માને છે કે ભારતને હવે કડક પગલાં લેવાની જરૂર છે.

નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન સામે કેટલાક નક્કર પગલાં ભરવાની જરૂર છે. જેમાં પાકિસ્તાનમાં બેઠેલો મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાનો પણ સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન