After RBI announcement PNB and IOB also cut lending rates by 0.75%
  • Home
  • Business
  • PNB અને IOBના ગ્રાહકો માટે સારા સમાચાર, ‘કોરોના’ના કહેર વચ્ચે બેંકોએ લીધો મહત્વનો નિર્ણય

PNB અને IOBના ગ્રાહકો માટે સારા સમાચાર, ‘કોરોના’ના કહેર વચ્ચે બેંકોએ લીધો મહત્વનો નિર્ણય

 | 12:22 pm IST

હાલ આખું વિશ્વ કોરોના સામે જંગ લડી રહ્યું છે. ભારતમાં પણ આ વાયરસે લોકોને હચમચાવી દીધા છે. કોરોના સામે લડવા માટે સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. જેના કારણે જીનજીવન થંભી ગયું છે. પરંતુ આ વચ્ચે નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે પંજાબ નેશનલ બેંક(PNB) અને ઇન્ડિયન ઓવરસીસ બેંક(IOB) એ ગ્રાહકોને મોટી રાહત આપી છે.

મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય રિઝર્વ બેંક(RBI) ની જાહેરાત બાદ મંગળવારે પીએનબીએ રેપો લિંક્ડ લેડિંગ રેટ(RLLR) માં 75 બેસિસ પોઇન્ટ્સ એટલે કે 0.75 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જ્ચારે ચેન્નઈ બેસ્ડ ઇન્ડિયન ઓવરસીસ બેંકે પણ RLLRમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો છે. નવા રેટ 1 એપ્રિલ, 2020થી અમલમાં છે. આ પહેલા ભારતીય સ્ટેટ બેંક(SBI), બેંક ઓફ ઇન્ડિયા(BOI), બેંક ઓફ બરોડા(BOB), યુનિયન બેંક ઓફ ઈન્ડિયા(UBI) એ પણ ગ્રાહકોને વ્યાજદરોનો લાભ આપ્યો છે.

રિપોર્ટ મુજબ બધી બેંકોએ રેપો લિંક્ડ લેડિંગ રેટમાં 75 બેસિસ પોઈન્ટ એટલે કે 0.75 ટકાનો ઘટાડો કર્યો છે. સૌથી પહેલા એસબીઆઈએ આ અંગે જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે લોન દરોમાં ઘટાડો થતા હોમ લોન, કાર લોન સસ્તી થઈ જશે. જેનાથી ગ્રાહકોને થોડી રાહત મળશે. રિપોર્ટ પ્રમાણે IOB એ કહ્યું કે RLLRમાં 0.75 ટકાનો ઘટાડો થતા રેટ હાલના 8 ટકાથી ઘટીને 7.25 ટકા થઈ જશે. આ સાથે બેંકના એક વર્ષના MCLR 8.45 ટકાથી ઘટીને 8.25 ટકા થઈ જશે.

આ વીડિયો પણ જુઓ: આજથી રાજ્યમાં લોકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન