after recovering from covid people becoming victims of new infection targeting bones
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • કોરોનાથી સાજા થયેલા દર્દીમાં જોવા મળ્યા ચોંકાવનારા લક્ષણો, વધ્યું ટેન્શન

કોરોનાથી સાજા થયેલા દર્દીમાં જોવા મળ્યા ચોંકાવનારા લક્ષણો, વધ્યું ટેન્શન

 | 7:12 pm IST
  • Share

  • કોરોનાથી સાજા થયા બાદ પણ દર્દીને રહે છે ખતરો
  • દર્દીમાં જોવા મળ્યા આ ચોંકાવનારા લક્ષણો
  • દર્દીઓમાં જોવા મળી રહ્યું છે ફંગલ ઈન્ફેક્શન

 

કોરોના વાયરસ સંક્રમણથી સાજા થયા બાદ પણ તેની અસર દર્દીઓમાં જોવા મળી રહે છે. પુણેમાં કેટલાક કેસને લઈને ચિંતા વધી છે. કોરોનાથી સાજા થયેલા દર્દીમાં નવું ફંગલ ઈન્ફેક્શન પણ જોવા મળ્યું છે જેમાં ખાસ કરીને કમરના હાડકામાં ગંભીર નુકસાન કરે છે. આ પહેલા પણ મ્યુકરમાઈકોસિસ નામનું એક સંક્રમણ જોવા મળ્યું હતું જે કોરોનાથી સાજા થયેલા દર્દીના ફેફસા અને સાઈનસને પ્રભાવિત કરી રહ્યું હતું.

આ લક્ષણોથી સામે આવ્યું નવું ફંગલ ઈન્ફેક્શન

એક દર્દીને કોરોનાથી સાજા થયા બાદ પણ સામાન્ય તાવ અને કમરમાં દર્દની ફરિયાદ રહી. શરૂઆતમાં સારવાર દવાઓથી કરાઈ પણ પછી એમઆરઆઈ કરતાં ખ્યાલ આવ્યો કે એક ગંભીર સંક્રમણ spondylodiscitisના કારણે આવું થાય છે. આ ટીબી જેવું હોય છે. તેમાં દર્દીના મોઢામાં ફંગલ ઈન્ફેક્શન જોવા મળે છે અને સાથે દુર્લભ કેસમાં તેની હાજરી ફેફસામાં પણ રહે છે. જે દર્દીમાં આ તકલીફ સામે આવી છે તે પહેલાથી કોરોનાથી ગંભીર રીતે બીમાર થયા અને પછી નિમોનિયા અને સંબંધિત મુશ્કેલીઓ માટે સ્ટીરોઈડ્સ લઈ ચૂક્યા હતા.

આ પહેલા કોલકત્તામાં પણ કોરોનાથી હેરાન થતા લોકોનો અવાજ પ્રભાવિત થયાના સમાચાર આવ્યા છે. આ સાથે જ દેશમાં મ્યુકરમાઈકોસિસના દર્દી પણ મળ્યા. તે જ્યારે હુમલો કરે ત્યારે શરીરની ઈમ્યુનિટી ઘટે છે અને તે સંવેદનશીલ બને છે. ફંગસ ખુલ્લા ઘાના કારણે પણ શરીરમાં ઝડપથી પહોંચે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો