After resting at night, the dog's puppy came back and grabbed his mouth
  • Home
  • Videos
  • Featured Videos
  • દીપડો અચાનક આવ્યો અને મોઢું ફાડી કૂતરાની બોચી પકડી લીધી, ખતરનાક હુમલો CCTVમાં કેદ

દીપડો અચાનક આવ્યો અને મોઢું ફાડી કૂતરાની બોચી પકડી લીધી, ખતરનાક હુમલો CCTVમાં કેદ

 | 1:47 pm IST

હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં દીપડાનો એટેક બતાવવામાં આવ્યો છે. કૂતરો શાંતિથી સૂતો હોય છે અને અચાનક ધીરે ધીરે દીપડો આવે છે અને એટેક કરે છે. જો કે એ સફળ રહેતો નથી અને કૂતરો ભાગી જાય છે.

અમરેલીના જંગલ વિસ્તારની પાસે આવેલા રહેણાંક વિસ્તારમાં વન્યજીવો અવારનવાર આવી ચઢે છે. ત્યારે દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. આ તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા જોવા મળે છે. સૂતેલા શ્વાનને અચાનક દીપડાએ ટાર્ગેટ કર્યો હતો.

શ્વાન પર હુમલો કરતાં શ્વાન પોતાનો જીવ બચાવવા માટે ભાગી ગયો. ખાંભાના વાડી વિસ્તારના આ દ્રશ્યો હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વાડી વિસ્તારના રહેણાંક વિસ્તારમાં વન્યજીવોએ હુમલો તેમજ મારણ કર્યુ હોવાનુ સામે આવે છે. તો જુઓ અહીં આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન