After S-400 Deal China to sell 48 Military Drones to Pakistan
  • Home
  • Featured
  • ભારતના S-400 સોદાને લઈને પાકિસ્તાનમાં ફફડાટ, ચીન સાથે કરી આ ડીલ

ભારતના S-400 સોદાને લઈને પાકિસ્તાનમાં ફફડાટ, ચીન સાથે કરી આ ડીલ

 | 1:30 pm IST

ભારત અને રશિયા વચ્ચે ઘાતક એવી S-400 મિસાઈલ સિસ્ટમને લઈને સમજુતી થતા જ પાકિસ્તાન અને ચીનમાં ફફડાટ વ્યાપી ગયો છે. ડરના માર્યા પાકિસ્તાન ચીન પાસેથી ઉચ્ચ કક્ષાના 48 ડ્રોન વિમાન ખરીદવાની યોજના બનાવવા મજબુર બન્યું છે. ચીને આ સમજુતીને લઈને સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે.

અહેવાલો અનુંસાર ચીન તરફથી પાકિસ્તાનને 48 ઉચ્ચ કક્ષાના આધુનિક ડ્રોન મળશે. આ ડ્રોન કોઈ પણ વાતાવરણમાં ઉડાવી શકાશે. જોકે આ સમજુતી કેટલી કિંમતે કરવામાં આવશે તેને લઈને હજુ સુધી જોઈ જાણકારી મળી શકી નથી. જોકે ભારત અમેરિકા પાસેથી એમક્યૂ 1 પ્રિડિએટર ડ્રોન ખરીદવા માંગે છે. આ મામલે બંને દેશો વચ્ચે વાતચીત પણ ચાલી રહી છે.

ચીન અને પાકિસ્તાન પહેલાથી જ સાથે મળીને બનાવી રહ્યા છે યુદ્ધવિમાન

ચીન તરફથી પાકિસ્તાનને જે ડ્રોન વેચવાના છે તેનું નામ વિંગ લુંગ – 2 છે. તે ઉચ્ચ શ્રેણીના ટૉહી ડ્રોન છે. આ વિમાન જરૂર પડ્યે હુમલાઓ પણ કરી શકે છે. આ ડ્રોન વડે ચીનની કંપની ચાંગડૂ એરક્રાફ્ટ ઈંડસ્ટ્રીયલ કંપનીએ બનાવ્યા છે. ચીનના સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સમાં જણાવ્યા પ્રમાણે આવનાર સમયમાં ચીન અને પાકિસ્તાન મળીને આ ડ્રોન વિમાનનું ઉત્પાદન પણ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, આજના સમયમાં પાકિસ્તાની સેનાને સૌથી વધુ હથિયારો ચીન જ પુરા પાડે છે. બંને દેશો મળીને પહેલાથી જ જેએફ થંડર નામનું સિંગલ એન્જિન મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ બનાવી રહ્યાં છે.

ડ્રોન ખરીદવાનો સોદો સૌથી મોટી ડીલ

ચીનની ડ્રોન સપ્લાઈ કરવાની આ સૌથી મોટી ડીલ છે. ચીને માત્ર 10 મહિના પહેલા જ આ ડ્રોનનું પહેલું પરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ આ ડ્રોનના અનેક જગ્યાથી ફાયર ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. ચીનના સુરક્ષા નિષ્ણાંતો શાંગ જાંગપિંગના જણાવ્યા અનુંસાર અમેરિકાના એમક્યૂ 1 પ્રિડિએટર ડ્રોન ટેકનિકની દ્રષ્ટિએ ચીનના ડ્રોન કરવા ઘણું જ એડવાંસ છે. પરંતુ અમેરિકા આ ડ્રોનને ખુબ જ ઓછા પ્રમાણમાં બીજા દેશોને આપે છે. તેવામાં ચીનના આ ડ્રોન સસ્તા અને ઉપયોગી હોવાના કારણે અનેક દેશો તેને ખરીદી શકે છે.