After seeing the cute baby, Amitabh posted a video
  • Home
  • Featured
  • નાનકડાં બાળકનો ડાન્સ જોઈ બીગ બી હરખાઈ ગયા, વીડિયો શેર કરીને લખ્યું-હાહાહા… બિચારો…

નાનકડાં બાળકનો ડાન્સ જોઈ બીગ બી હરખાઈ ગયા, વીડિયો શેર કરીને લખ્યું-હાહાહા… બિચારો…

 | 7:32 pm IST

અમિતાભે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક ક્યૂટ બાળક મસ્ત ડાન્સ કરી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ બાળકને માતા અમિતાભના જ ગીત ‘ખઈ કે પાન બનારસ વાલા’ પર ડાન્સ કરાવી રહી છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે ઘણી વખત પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર પોતાની પર્સનલ લાઈફની સાથે જ ઘણા રસપ્રદ વીડિયો પણ શેર કરે છે. બાળક ડાન્સ કરતાં કરતાં આનંદમા આવી ગયો. પોતાના ક્યૂટ એક્સપ્રેશન્સ આપીને આ વીડિયોમાં બાળકે ચાર ચાંદ લગાવી દીધા છે. અમિતાભે આ વીડિયોને ટ્વીટ કરતા લખ્યુ- હાહાહા… બિચારો…. પરંતુ મસ્ત ક્યૂટ. ત્યારે હવે સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન