After selling RK Studios, Kapoor family won't celebrate Ganesh Chaturthi
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ ગણેશ ચતુર્થીએ કપૂર ખાનદાનમાં તૂટ્યો 70 વર્ષનો રેકોર્ડ, કેટલાય પરિવારમાં દુ:ખની ઘડી

આ ગણેશ ચતુર્થીએ કપૂર ખાનદાનમાં તૂટ્યો 70 વર્ષનો રેકોર્ડ, કેટલાય પરિવારમાં દુ:ખની ઘડી

 | 11:38 am IST

આજે ગણેશ ચતુર્થીનો રૂડો અને પાવન તહેવાર છે ત્યારે બોલિવૂડમાં પણ આ તહેવાર પુરા ઉમંગ ઉલ્લાસ સાથે ઉજવાય છે. પરંતુ આ વખતે કપૂર પરિવાર માટે દુખદ સમાચાર છે. આમ તો કપૂર પરિવાર દર વર્ષે ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવે છે, પરંતુ આ વખતે તેમ નહીં થાય. કપૂર પરિવાર દર વર્ષે આરકે સ્ટૂડિયોમાં ગણેશ ઉત્સવનું આયોજન કરતું હતું, જેને ખૂબ ધામધૂમથી ઉજવાતો હતો. પરંતુ આ વખતે તે ધામધૂમ નહીં જોવા મળે. કારણ કે આરકે સ્ટૂડિયોમાં ભયંકર આગ લાગ્યા બાદ થયેલા નુકસાનના કારણે સ્ટુડિયો વેંચી દેવામાં આવ્યો હતો.

રણધીર કપૂરે આ વિશે વાત કરતાં કહ્યું કે, ‘વર્ષ 2018માં અમારા માટે ગણેશ ઉત્સવનું સેલિબ્રેશન લાસ્ટ સેલિબ્રેશન હતું. આરકે સ્ટૂડિયો જ નથી રહ્યો તો ઉજવણી ક્યાં કરીશું? મારા પિતાએ 70 વર્ષ પહેલા આ પરંપરા શરૂ કરી હતી કારણ કે તેઓ ગણેશજીને ખૂબ માનતા હતા, પણ હવે અમારી પાસે જગ્યા નથી. અમે બાપ્પાને ખૂબ પ્રેમ કરીએ છીએ અને તેમનામાં અતૂટ આસ્થા પણ ધરાવીએ છીએ, પરંતુ હવે લાગે છે કે આ પરંપરાને આગળ વધારી નહીં શકાય’.

ગણેશ ઉત્સવ દરમિયાન આરકે સ્ટૂડિયોમાં મોટો પંડાલ લગાવવામાં આવતો હતો, આખો દિવસ બપ્પાના દર્શન કરવા માટે લોકો ઊમટતા હતા. ગણેશ ચતુર્થીના છેલ્લા દિવસે કપૂર પરિવારના બધા સભ્યો તેનું વિસર્જન કરવા પણ જતા હતા.

1948માં ચેમ્બૂરમાં તે સમયના દિગ્ગજ એક્ટર રાજ કપૂરે આરકે સ્ટૂડિયોની સ્થાપના કરી હતી. અહીંયા પહેલી ફિલ્મ આગનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ કપૂર અને નરગિસ હતા. 2017માં આરકે સ્ટૂડિયોમાં ભયંકર આગ લાગી હતી જેના કારણે ભારે નુકસાન થયું હતું. જે બાદ ભાઈઓએ મળીને તેને વેંચવાનો નિર્ણય લીધો હતો. કેટલાક સમય પહેલા જ આ પ્રોપર્ટી વેંચી દેવાઈ હતી.

આ વીડિયો પણ જુઓ: આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન