after-series-victory-virat-kohli-share-some-special-moments-with-wife-anushka-sharma
  • Home
  • Featured
  • Photos: ઐતિહાસિક જીત બાદ કોહલીએ આ રીતે અનુષ્કાને ગળે લગાવી ખુશી વ્યક્ત કરી

Photos: ઐતિહાસિક જીત બાદ કોહલીએ આ રીતે અનુષ્કાને ગળે લગાવી ખુશી વ્યક્ત કરી

 | 12:11 pm IST

સિડની ટેસ્ટ ભલે ડ્રો થઈ ગઈ હોય, પણ વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડીયાઓ ટેસ્ટ સિરીઝ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ જીતના લમ્હાઓને વધારે યાદગાર કરવા પત્ની અનુષ્કા શર્માને સાથે રાખી વિરાટ કોહલીએ ખુશીઓને વધાવી. બંને આ સમયે ખુબજ ખુશ લાગી રહ્યા હતા. ફોટોગ્રાફર્સને ખુશ થઈ પોઝ આપી રહ્યા હતા.

ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન અનુષ્કા વિરાટ એક બીજા સાથે ઓસ્ટ્રેલિયામાં જ છે. સિડની ટેસ્ટમાં મેચ ડ્રો થયા બાદ અનુષ્કા મેદાન પર ઉતરી હતી. અનુષ્કાએ ટીમના સભ્યોને જીતની વધામણી આપી હતી.

વિરાટ કોહલી આ ઉપલબ્ધી પર ખુબજ ખુશ લાગી રહી હતી આને સંયોગ કહો કે કંઈ ખાસ ટીમ ઈન્ડિયાના સફેદ કપડા સાથે બિલકુલ મેચ થતા કપડા પહેર્યા હતા. અનુષ્કા ઓફ વાઈટ શોલ્ડર સફેદ મેક્સીમાં જામતી હતી.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ લગ્ન પહેલા ખુલીને પોતાનો પ્યાર દર્શાવતા હતા. સિડની ટેસ્ટ ડ્રો થયો તે સાથેજ અનુષ્કા મેદાનમા પહોંચી અને વિરાટે તેને ગળે લગાવી દીધી હતી. આ કપલ આમ પણ આવા સમયે સાથે ખુશીઓ જાહેર કરતા અવારનવાર નજરે ચડે છે.