kareena steps forword behind Shahid, She made planning for 2nd kid
  • Home
  • Entertainment
  • શાહિદ બીજીવાર પિતા બનતા કરીનાએ પણ કરી નાંખ્યું પ્લાનિંગ, તેણે જ કર્યો ખુલાસો

શાહિદ બીજીવાર પિતા બનતા કરીનાએ પણ કરી નાંખ્યું પ્લાનિંગ, તેણે જ કર્યો ખુલાસો

 | 4:24 pm IST

આજકાલ બોલિવુડમાં અલગ જ કેફ જોવા મળે છે. અનેક સ્ટાર તાજેતરમાં લગ્નગ્રંથીથી જોડાયા છે. તો અનેક આલા દરજ્જાના સ્ટાર ટૂંક સમયમાં લગ્ન કરીને ઠરીઠામ થવા જઈ રહ્યા છે. તો કેટલાંક સ્ટાર બાળકોનું પ્લાનિંગ કરી રહ્યાં છે. તાજેતરમાં જ શાહિદ કપૂર બીજા સંતાનનો પિતા બન્યો. તેણે તેના પુત્રનું નામ ઝૈન કપૂર રાખ્યું છે. શાહીદ અને મીરા હાલમાં તેમના બંને કીડ્સ સાથે જોવા મળી રહ્યાં છે ત્યારે કરિના કપૂરને પણ બીજા બાળકનું પ્લાનિંગ કરી નાંખ્યું હોવાનું જણાવ્યું છે. જાણો શું છે તેનું પ્લાનિંગ….

શાહિદને એક પુત્ર થયા બાદ હવે કરીના કપૂરે પણ બીજા બાળકનું પ્લાનિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ કરીના તેની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરાની સાથે ફિલ્મ ક્રિટિક કોમલ નહાટાના ટોક શો સ્ટેરી નાઈટ્સ 2માં પહોંચી હતી.

એમાં કરીનાને તેના બીજા બાળકના પ્લાનિંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે બે વર્ષ પછી. એક બાજુ બે વર્ષનો તૈમુર મીડિયાનો ફેવરિટ સ્ટાર કિડ બની ચૂક્યો છે. તૈમુર જ્યાં જાય છે ત્યાં પૂરી લાઈમ લાઈટ સાથે લઈ જાય છે. હવે કરીનાનું બીજા બાળક વિશેનું પ્લાનિગ જાહેર થઈ ગયું છે.

કરીનાના જવાબમાં અમૃતા અરોરાએ કહ્યું કે મેં તેને પૂછ્યું હતું કે જો તું ફરીથી પ્રેગનન્ટ થવા વિશે વિચારી રહી હોય તો મને પહેલાથી જ જણાવી દેજે. કારણ કે હું દેશ છોડીને ચાલી જઈશ. કરીનાના આ નિવેદનથી એ સાફ થઈ ગયું કે તે કેટલાંક વર્ષ પછી તૈમુરને પોતાનો નાનો ભાઈ કે બહેન જરૂર મળી જશે.

ઈન્ટરવ્યુમાં કરીના કપૂરે એમ પણ કહ્યું કે મને અને સૈફને તૈમુરને લાડ લડાવવા બહું જ ગમે છે. હવે તો તૈમુર પણ મીડિયાને એટેન્શન દેવા લાગ્યો છે. તેમને જોઈને તે રિએક્ટ કરે છે.

કરીના કપૂર પાસે હાલમાં ‘તખ્ત’, અને ‘ગુડ ન્યૂઝ’ બે મોટાં બજેટની ફિલ્મો છે.