After Sri Lanka Blasts Indian Coast Guard on High Alert
  • Home
  • Featured
  • શ્રીલંકાની વ્હારે ચડ્યું ભારત, આતંકીઓ ભાગી ના જાય તે માટે ભર્યું મહત્વનું પગલું

શ્રીલંકાની વ્હારે ચડ્યું ભારત, આતંકીઓ ભાગી ના જાય તે માટે ભર્યું મહત્વનું પગલું

 | 8:19 pm IST

ઇસ્ટર ડે પર શ્રીલંકામાં થયેલ સીરિયલ બોમ્બ બ્લાસ્ટથી આખી દુનિયા હચમચી ગઈ છે. આ દરમિયાન ભારતે તેના પાડોશી દેશને દરેક સંભવ મદદ કરવાની ખાતરી આપી છે. પીએમ નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે વાત કરી હુમલાઓની આકરા શબ્દોમાં નિંદા કરી છે.

આ સાથે ભારતે પણ સાવચેતીના પગલે કેટલાક મહત્વના નિર્ણય કર્યા છે. શ્રીલંકાની સાથે જોડાયેલ દરિયાઇ સરહદો પર તૈનાત ભારતીય કોસ્ટ ગાર્ડને હાઈ એલર્ટ પર રાખ્યામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે રવિવારે પાડોશી દેશમાં શ્રેણીબદ્ધ કુલ 8 વિસ્ફોટ થયા બાદ ભારતીય સુરક્ષા દળ દ્વારા સાવચેતી વધારવામાં આવી છે. ભારતીય કોસ્ટ ગાર્ડએ સુરક્ષા વધારી છે અને સરહદ પર જહાજો અને વિમાનોની સંખ્યા પણ વધારી છે. શ્રીલંકામાં થયેલ એક પછી એક બોમ્બ ધમાકાઓમાં 290 લોકોના મોત થયા છે જ્યારે 450થી વધુ લોકોના ઘાયલ થવાની માહિતી મળી છે.

કોસ્ટ ગાર્ડના એક અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા માટે કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેથી દરિયાઇ માર્ગે દેશની સુરક્ષા સામે કોઈ જોખમ ઉભો ન થાય. ચુસ્ત સુરક્ષા માટે દરિયાઇ સરહદો પર ડોર્નિયર એરક્રાફ્ટ અને જહાજોને તૈનાત કરવામાં આવ્યા છે. જેથી આત્મધાતી હુમલાઓ માટે જવાબદાર લોકો બચીને ભાગી ન શકે. કોસ્ટ ગાર્ડ તરફથી વધુ સાવચેતી રાખવામાં આવી રહી છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે અમે તૂતીકોરિન, મંડપમ અને કરાઈકલ દરિયાઇ વિસ્તારો પર જહાજોની સંખ્યા વધારી છે.

શ્રીલંકામાં બોમ્બ ધમાકા બાદ મધ્યરાતેથી ઇમરજન્સી લાગૂ કરવાનો ત્યાંની સરકારે નિર્ણય કર્યો છે. જેથી સુરક્ષાબળોને વિશેષ અધિકાર મળી શકે. એમ સૂત્રોએ જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન