ઓસ્ટ્રેલિયન ટીમ પર પથ્થરમારો કર્યા બાદ ફેન્સે આ રીતે માંફી માંગીને જીત્યા દિલ - Sandesh
NIFTY 10,957.10 -23.35  |  SENSEX 36,351.23 +-22.21  |  USD 69.0450 +0.43
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ઓસ્ટ્રેલિયન ટીમ પર પથ્થરમારો કર્યા બાદ ફેન્સે આ રીતે માંફી માંગીને જીત્યા દિલ

ઓસ્ટ્રેલિયન ટીમ પર પથ્થરમારો કર્યા બાદ ફેન્સે આ રીતે માંફી માંગીને જીત્યા દિલ

 | 6:20 pm IST

ગુવાહાટીમાં રમાયેલી મેચ પછી ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ હોટેલમાં પાછા ફરી રહ્યા હતા, ત્યારે બસ પર અચાનક પથ્થર વડે હુમલો થવાથી બસના કાચ તુટી ગયા હતા.

બીજી ટી-20 મેચમાં ઈન્ડિયાને 8 વિકેટથી હરાવી પરત ફરી રહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની બસ પર પથ્થર વડે હમલો થયો હતો. જોકે કેટલાક ભારતીય ક્રિકેટ ચાહકોએ આ ઘટના બાદ ઓસ્ટ્રેલિયન ટીમની માફી માંગી હતી. ગુવાહાટીમાં રેડિસન બ્લ્યુ હોટલ જ્યાં કાંગારૂની ટીમ રહી હતી ત્યાં કેટલાક ક્રિકેટ પ્રેમીઓ આ શરમજનક ઘટના માટે માફીના પોસ્ટર હાથમાં લઈને આવ્યા હતા. ભારતીય ચાહકો દ્વારા ઓસ્ટ્રેલિયન ટીમની માફી માગવી તેને એક સારા પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈ કે ગુવાહાટીમાં રમાયેલી મેચ પછી, ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ હોટેલમાં પરત ફરી રહ્યા હતા, ત્યારે બસ પર પથ્થર ફેંક્યા હતા જેના કારણે બસના કાચ પણ તુટી ગયા હતા. ઑસ્ટ્રેલિયાના જણાવ્યા મુજબ, સ્ટેડિયમથી પાછા ફરતી વખતે કોઈએ ક્રિકેટના બોલના સાઈઝનો પથ્થર ફેંકવાનો દાવો કર્યો છે. જેના કારણે બારીનો કાચ તુટી ગયો હતો. જો કે, તે સીટ પર કોઈ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર કે સ્ટાફમાંથી કોઈ બેઠૂં ના હોવાથી કોઈને પણ ઈજા થઈ નહતી.

આ ઘટના બાદ તરત જ ઑસ્ટ્રેલિયાના બેટ્સમેન એરોન ફિંચે ટ્વિટ કરી હતી. ટ્વિટમાં ફિંચે લખ્યુ હતુ કે, “હોટલ જતા સમયે રસ્તામાં બસની બારી પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો જે ખુબજ ડરામણું હતુ.”

સાત વર્ષ બાદ કોઈ મેચ ગુવાહાટીમાં રમાઈ હતી. આ પહેલા વર્ષ 2000માં મેચ રમાઇ હતી. સાત વર્ષ પછી રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાની હારના કારણે ચાહકો ગુસ્સે થયા હતા. આમાંથી કેટલાક ગુસ્સે થયેલા ચાહકો ઓસ્ટ્રેલિયન ટીમની બસ પર હુમલો કરી બેઠા હતા પણ તે પછી ચાહકોએ માંફી પણ માંગી હતી. આ બનાવ પછી, રમતમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે પણ ખેલાડીઓની સુરક્ષા માટેના પગલા હાથ ધર્યા હતા. તેમણે કહ્યું હતુ કે, ખેલાડીઓની સુરક્ષા ખુબ મહત્વપૂર્ણ છે.