After Surgery Of Cancer Hrithik Roshan's Father gave Update About His Health
  • Home
  • Entertainment
  • Bollywood
  • કેન્સરની સર્જરી બાદ ઋતિક રોશનનાં પિતાએ સ્વાસ્થ્યને લઇને કહ્યું કે, “જલ્દી ઘરે આવીશ…”

કેન્સરની સર્જરી બાદ ઋતિક રોશનનાં પિતાએ સ્વાસ્થ્યને લઇને કહ્યું કે, “જલ્દી ઘરે આવીશ…”

 | 3:53 pm IST

મંગળવારનાં અહીં એક હૉસ્પિટલમાં સર્જર થઈ

દિગ્ગજ અભિનેતા-ફિલ્મ નિર્માતા રાકેશ રોશનનું કહેવું છે કે તેમના ગળાનાં કેન્સરની સર્જરી થયા બાદ હવે બધુ બરાબર છે અને તેઓ એક-બે દિવસમાં ઘરે પરત ફરી શકે છે. રાકેશ રોશનની મંગળવારનાં અહીં એક હૉસ્પિટલમાં સર્જર થઈ હતી. સર્જરી પછી બુધવારની સવારે તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે, “હું તદ્દન સ્વસ્થતા અનુભવી રહ્યો છું, આભાર. સર્જરી થઈ ગઈ છે અને બધું જ ઠીક છે. ભગવાન મહાન છે. હું શુક્રવાર અથવા શનિવારનાં ઘરે પરત જવાનો છું.”

હું હંમેશાથી એક રાઇટર રહ્યો છું અને કર્મમાં વિશ્વાસ રાખું છું: રાકેશ રોશન

રાકેશ રોશનની નજીકનાં સૂત્રોનાં સૂત્રોએ જણાવ્યું કે, “કેન્સરની ખબર પડ્યા પછી પણ રાકેશજી ચિંતિત થયા નથી. સર્જરી દરમિયાન તેમની પત્ની, ભાઈ(સંગીતકાર રાજેશ રોશન), દીકરો ઋતિક રોશન અને દીકરી સુનૈના તેમની સાથે હાજર રહ્યા અને સર્જરી સફળ રહી. આ અઠવાડિયાનાં અંત સુધી તેઓ ઘરે આવે તેવી આશા છે.”

આ પહેલા રાકેશ રોશને એક વાતચીતમાં કહ્યું હતુ, “હું હંમેશાથી એક રાઇટર રહ્યો છું અને કર્મમાં વિશ્વાસ રાખું છું. મે હંમેશા જીવનમાં સારું કામ કરવાનો પ્રયત્ન કર્યો છે. મારું એ જ માનવું છે કે તમને જીવનમાં જે પણ મળે છે તેમાં તમારું કર્મ નજર આવે છે. અહીં મુશ્કેલી આવશે, પરંતુ ભગવાન મને અને મારા પરિવારને જોઇ રહ્યો છે.”

ઋતિક રોશને મંગળવારે સોશિયલ મીડિયા પર જેવું જ જણાવ્યું કે તેના પિતાને કેન્સર છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા શુભચિંતકોએ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન