after sushant rajpoot death priyanka chopra on nepotism
  • Home
  • Entertainment
  • Bollywood
  • નેપોટીઝમના કારણે પ્રિયંકાએ પણ આંસુ વહાવ્યા છે, માત્ર એવું કહીને કાઢી નાખવામાં આવતી કે…

નેપોટીઝમના કારણે પ્રિયંકાએ પણ આંસુ વહાવ્યા છે, માત્ર એવું કહીને કાઢી નાખવામાં આવતી કે…

 | 7:39 pm IST

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલિવૂડ એક અલગ લેવલ પર જ જતું રહ્યું છે. કોઈને કોઈ નવો મુદ્દો બહાર આવી રહ્યો છે. પોલીસ પણ એની રીતે તપાસ કરી રહી છે ત્યારે હાલમાં નેપોટીઝમનો મુદ્દો પણ ભારે ઉછળ્યો છે. સાથે જ લોકો કરન જોહર, આલિયા ભટ્ટ, સલમાન જેવા સેલિબ્રિટીઝને ગાળો ભાંડી રહ્યા છે. હવે દરેક સેલેબ્રિટી પણ પોતાની આપવીતી સંભળાવી રહ્યા છે. ત્યારે પ્રિયંકા ચોપરાએ આ વિશે નવો જ ખુલાસો કર્યો હતો.

પ્રિયંકાએ વાત કરી હતી કે, જ્યારે હું અસફળ થતી ત્યારે મને ખુબ જ ગુસ્સો આવતો. પરંતુ બાદમાં સમજાઇ ગયુ હતુ કે આ ઇન્ડસ્ટ્રી એક મેરેથોન છે. તેમાં જેટલુ જલ્દી ભાગશો તેટલુ જલ્દી રેસ જીતી શકાશે. પ્રિયંકાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે કહી રહી છે કે જેને એક્ટિંગ વિરાસતમાં મળી હોય તેના ઘરે જન્મ લેવો કોઇ ગુનો નથી પરંતુ આઉટસાઇડર માટે ઇન્ડસ્ટ્રીમાં દાખલ થવું એ જ મોટી વાત છે.

પ્રિયંકા કહે છે કે, સ્ટારકિડ્ઝ પર પણ પ્રેશર તો હોય છે કે તેમની ફેમિલીનું નામ આગળ ધપાવે અથવા તો જેમ છે તેવું જ બનાવીને રાખે. મને કેટલીક ફિલ્મોમાંથી એટલા માટે કાઢી દેવામાં આવી હતી કે કોઇ બીજી હિરોઇનને રેકમેન્ડ કરી હોય. જ્યારે જ્યારે આવું થતું ત્યારે રડતી અને ધીરે ધીરે આ વાત પર કાબૂ આવી ગયો.

આ વીડિયો પણ જુઓ: 6 વાગ્યે 16 રિપોર્ટર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન