after taking charge of home ministeramit shah will solve these 7 issues
  • Home
  • Election 2019
  • ગુજરાતનાં ‘શાહ’ દેશના ગૃહ મંત્રી બન્યા બાદ કરશે આ 7 મોટા કામ, મમતા-ઈમરાન ધ્રુજશે

ગુજરાતનાં ‘શાહ’ દેશના ગૃહ મંત્રી બન્યા બાદ કરશે આ 7 મોટા કામ, મમતા-ઈમરાન ધ્રુજશે

 | 4:26 pm IST

બીજેપીના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહના હાથમાંથી ગૃહ મંત્રાલય લઇને અમિત શાહને આપી દીધું છે. શુક્રવારે થયેલા મંત્રાલયોની વહેંચણીમાં રાજનાથ સિંહના સ્થાને અમિત શાહના હાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહ મંત્રાલયની કમાન આપી છે. તો એવામાં અમિત શાહ દેશ માટે સૌથી પહેલા કયાં કામો કરશે એવી અટકળો ગલાવવામાં આવી રહી છે. તો આવો જાણીએ કે સૌથી પહેલા કયાં સાત કામો પર એ ભાર મુકશે.

જમ્મુ કાશ્મીર અને બીજા ઘણા ક્ષેત્રોમાં ભારતમાં આતંકવાદીઓ ઘર કરીને બેઠા છે. તો એવામાં બધાનું માનવુ છે કે અમિત શાહ સૌથી પહેલા ઘરમાં રહેલાં આંતકીઓનો સફાયો કરશે.

અમિત શાહની કુટનિતીથી સૌ કોઈ પરિચિત છે તો એવામાં બધાને વધારે આશા છે કે અમિત શાહ પાકિસ્તાન સાથેનાં ખરાબ સંબંધો સુધારશે અને ચીન તેમજ નેપાળ સાથે પણ સંબંધો સુધારી શકશે.

લોકસભા ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રમાં એક નક્સલી હુમલો થયો હતો તો એ પણ બધાને આશા છે કે અમિત શાહ આ નક્સલીઓને મુહતોડ જવાબ આપે.

અમિત શાહનાં ગૃહ મંત્રી બન્યાં પછી દેશમાં થતા અંદરના અપરાધો પણ ઘટી જશે એવી શક્યતાઓ છે. કારણ કે ગુજરાતમાં અમિત શાહના ગૃહ મંત્રી રહ્યાં પછી ગુનાઓનો રેટ ઘણો ઘટ્યો છે.

અમિત શાહ માટે ગૃહ મંત્રી બન્યા પછી સૌથી મોટી જવાબદારી જમ્મુ કાશ્મીરની રહેશે. કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં લગાતાર કાશ્મીરમાં હિંસા અને પથ્થર મારો થયો છે.

પશ્વિમ બંગાળ સહિત નોર્થ ઈસ્ટમાં NRC લગાવ્યાં બાદ પણ સતત રોહિંગીયા મુસલમાનો અને ઘુસપેઠીયોનાં મુદ્દા પર હવે વધારે દબાણ લાવવામાં આવે તેવી અપેક્ષા કરવામાં આવી રહી છે.

લોકસભા ચૂંટણી દરમિયાન સૌથી વધારે હિંસા બંગાળમાં થઈ છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહનાં ગૃહ મંત્રાલય બન્યાં પછી આ બધા કેસનો નીવેડો આવી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન