After ten years of marriage, my wife is not interested Relationship
  • Home
  • Featured
  • શું લગ્નના દસ વર્ષ બાદ પત્નીને મારા રસ નથી?

શું લગ્નના દસ વર્ષ બાદ પત્નીને મારા રસ નથી?

 | 3:32 am IST

મૂંઝવણ :- ડો. અક્ષરકુમાર શર્મા

કેટલીક વખત ઘણા કપલ્સના લવ મેરેજ હોવા છતા પણ તે લોકોની વચ્ચે કોઇને કોઇ વાતને લઇને અણબનાવ રહે છે. એવામાં લગ્ન બાદ પણ મહિલાઓેને તેમના પતિમાં રસ રહેતો નથી. તો આવો જોઇએ આખરે કેમ આવુ થાય છે. 

પ્રશ્ન : મારા લગ્નને પાંચ વર્ષ થયા છે. લગ્નના બે વર્ષ બાદ મારી પત્ની પ્રેગ્નન્ટ થઈ હતી. લગ્નના નવમાં મહિને તે ડિલિવરી માટે તેના મધરના ઘરે ગઈ હતી અને ત્યાં રેગ્યુલર ચેકઅપ કરાવતી હતી. એક દિવસ તેણે નોટિસ કયુંર્ કે અચાનક બાળકનું હલનચલન બંધ થઈ ગયું છે. તેથી તે તરત ડોક્ટર પાસે ગઈ અને ડોક્ટરે બાળક મૃત્યુ પામ્યું હોવાનું જણાવ્યું હતું. ડોક્ટરે તેને બીજી પ્રેગ્નન્સી એકાદ વર્ષ બાદ રાખવાની સલાહ આપી હતી. જો કે હવે એને ખાસ્સો એવો સમય થઈ ગયો છે, પરંતુ તેમ છતાં હવે તે પ્રેગ્નન્ટ થતી નથી તો મને યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ : જી, તમને જે ડોક્ટર સલાહ આપી તે બરાબર હતી. કારણ કે મિસિકેરેજ બાદ મહિલાને શારીરિક નબળાઈ આવી જાય છે, સાથે માનસિક રીતે પણ હતાશ થઈ જાય છે. તેવી પરિસ્થિતિમાં તરત બાળક માટે મહિલાનું શરીર તૈયાર હોતું નથી. તમારે ઓછામાં ઓછો વર્ષનો સમય તો આપવો જ પડે. આ ઉપરાંત તમે જે સમસ્યા જણાવી કે હવે તમારી વાઇફ પ્રેગ્નન્ટ થતી નથી તો ટયૂબ્સ બ્લોક્ડ પણ હોઈ શકે છે. તે માટે તમે ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરો. તેમને વિગતે તમારા પાસ્ટ વિશે વાત કરો.

પ્રશ્ન : નમસ્તે સર, હું ૨૦ વર્ષની છું. મારા બોયફ્રેન્ડની ઉંમર ૩૦ વર્ષ છે. ગયા મહિને મેં મારા બોયફ્રેન્ડ સાથે કોન્ડોમ વિના સેક્સ કર્યું હતું. ગયા મહિને મારા પીરિયડ્ઝ સમયસર આવી ગયાં હતાં. તે સમયે ખૂબ જ બ્લીડિંગ થયું હતું. આ વખતે પણ મને ખૂબ જ બ્લીડિંગ આવ્યું છે. સેક્સ કર્યા બાદ મને વારંવાર યુરિન કરવા જવું પડે છે. મને પ્રેગ્નન્સીનો ડર હતો, તેથી મેં પ્રેગ્નન્સી ટેસ્ટ પણ કર્યો. પરંતુ ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો. શું મારે ડોક્ટરને મળવું જોઇએ?

જવાબ : પહેલી વખત સેક્સ કર્યા બાદ આ પ્રકારનો ડર અને સમસ્યા થવી તે સામાન્ય છે. તમે તમારી શંકાના નિવારણ માટે પ્રેગ્નન્સી ટેસ્ટ કરી લીધો છે. તે ઉપરાંત એક વખત ડોક્ટર પાસે જઇને ચેકઅપ કરાવી લો. વારંવાર યુરિન થવાની સમસ્યા જણાવી છે, પરંતુ તેમાં તમને કોઈ પ્રકારની સ્મેલ આવે છે કે યુરિનમાં ખંજવાળ, બળતરા થવા વગેરે જેવી સમસ્યા વિશે તમે જણાવ્યું નથી. તેથી તમે ડોક્ટરને સંકોચ વિના તમારી તકલીફ જણાવો. તમારી તકલીફ દૂર થશે.

પ્રશ્ન : મારા લગ્નજીવનને દસ વર્ષ થઈ ગયા છે. અમારે બે બાળકો છે, અમે સુખી છીએ. પરંતુ છેલ્લા પંદર દિવસથી હું ચિંતા અનુભવું છું. કારણ કે મારી પત્નીનો મોબાઇલ જોતાં તેમાંથી પોર્ન વીડિયો મળી આવ્યાં હતાં. મારી પત્નીની ફ્રેન્ડઝ તેમના વોટ્સએપ ગ્રૂપમાં આ પ્રકારના વીડિયો શેર કરે છે. મને તેની સામે વાંધો નથી, પણ મારે એ જાણવું છે કે શું મારી પત્નીનો મારામાંથી રસ ઓછો થઈ ગયો છે ? કે શું વાત છે, મને ચિંતા થાય છે. મારી આ મુંઝવણ દૂર કરવા વિનંતી.

જવાબ : આપણા સમાજમાં આ સમસ્યા સામાન્ય છે, જો કોઈ પુરુષના મોબાઇલમાં પોર્ન જોવામાં આવે તો તેના માટે કોઈ પ્રશ્ન ઉઠાવતું નથી. પરંતુ જો કોઈ સ્ત્રીના ફોનમાં આ પ્રકારના વીડિયો જોવા મળે તો શંકા અને અનેક પ્રશ્નો થવા લાગે છે. જુઓ ભાઈ તમે જે રીતે જણાવ્યું કે તમારું લગ્નજીવન સુખી ચાલી રહ્યું છે. તો તમારે બીજા કોઈ વિચાર કરવાની જરૂર જ નથી. પોર્ન જોવામાં કોઈ ખરાબી નથી. તેમ છતાં તમારી પત્નીની આ વાત તમને ન પસંદ હોય તો તમે તેમની સાથે શાંતિથી બેસીને આ બાબતે વાત કરો. લગ્નને દસ વર્ષ થઈ ગયાં કે બાળકો આવી ગયાં એમ વિચાર્યા વિના પત્ની સાથે સમય વિતાવો. તમારી સમસ્યાનું નિવારણ તો તમારી પત્ની સાથે વાત કરીને જ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન