NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • મારામારી કેસ બાદ સ્ટોક્સ સાથે સ્પોર્ટ્સ કંપનીએ કરાર રદ કર્યો

મારામારી કેસ બાદ સ્ટોક્સ સાથે સ્પોર્ટ્સ કંપનીએ કરાર રદ કર્યો

 | 11:11 pm IST

ગત મહિને વેસ્ટ ઇન્ડીઝ સામેની ચોથી વન-ડે મેચ અગાઉ મોડી રાત્રે નાઇટ ક્લબની બહાર મારામારી કરનાર સ્ટોક્સની મુશ્કેલીમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા આ મામલે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એશિઝ સિરીઝમાંથી બહાર કરી દીધો છે ત્યારે બીજી તરફ તેને ફાઇનાન્સિયલ ઝટકો પણ લાગ્યો છે.

સ્પોર્ટ્સ પ્રોડક્ટની મોટી કંપની ન્યૂ બેલેન્સે બેન સ્ટોક્સની આ હરકત બાદ તેની સાથેનો કરાર તોડી નાખ્યો છે. આ અંગે કંપની દ્વારા નિવેદનમાં કહેવાયું કે, ન્યૂ બેલેન્સ પોતાના ગ્લોબલ એથ્લીટ પાસે એવા કોઈ પણ વ્યવહારનું સમર્થન નથી કરતા જે અમારા બ્રાન્ડની સંસ્કૃતિ અને વિચારો સાથે મેળ ન ખાતો હોય. અમે ૧૧ ઓક્ટોબર ૨૦૧૭થી સ્ટોક્સ સાથે અગાઉ કરેલા કરાર રદ કરીએ છીએ. કંપનીએ સ્ટોક્સ સાથે વાર્ષિક બે લાખ પાઉન્ડનો કરાર કર્યો હતો.

બેન સ્ટોક્સે બ્રિસ્ટલમાં નાઇટ ક્લબની બહાર મોડી રાત્રે યુવક સાથે મારામારી કરી હતી. જે અંગે વિવાદ થયો છતાં તેને એશિઝ સિરીઝ માટે ટીમમાં સામેલ કરાયો હતો પરંતુ સ્ટોક્સની મારામારીના વીડિયો ફૂટેજ સામે આવ્યા બાદ તેને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી ટીમની બહાર કરી દીધો હતો.