દીકરો મોટો થયા પછી નાના પડદે નવી શરૂઆત - Sandesh

દીકરો મોટો થયા પછી નાના પડદે નવી શરૂઆત

 | 12:56 am IST

થોડા સમય પહેલા શ્વેતા તિવારીએ જણાવ્યું હતું કે, તેની પુત્રી પલક તિવારીને કસૌટી જિંદગી કીમાં પ્રેરણાની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી. પરંતુ પલક ડેલી શોપ કરવા માંગતી નથી. જેના કારણે તેણે આ ઓફરને નકારી કાઢી હતી. સાંભળવામાં આવ્યું છે કે પલક ટૂંક સમયમાં જ હિન્દી સિનેજગતમાં પર્દાપણ કરવાનું વિચારી રહી છે. જ્યાં પલક મોટા પડદા તરફ ધ્યાન આપી રહી છે, ત્યારે બીજી બાજુ શ્વેતા તિવારી નાના પડદે ફરી જોવા મળી શકે છે. શ્વેતા ટૂંક સમયમાં જ રાકેશ બેદીના નિર્દેશન હેઠળ જોવા મળવાની છે. શ્વેતા તિવારીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેણી થોડા સમયમાં જ વી સેપરેટેડ સીરિયલથી વાપસી કરી રહી છે. તેમાં તેનો રોલ ઘણો પડકારભર્યો છે. સીરિયલ વિશે વાત કરતા શ્વેતાએ જણાવ્યું કે, આ સીરિયલ છુટાછેડાના મુદ્દા ઉપર આધારિત છે. આપણા સમાજમાં છુટાછેડાને એક ગંભીર મુદ્દો તરીકે જોવામાં આવ્યો છે. અત્યારે જ્યારે મનુષ્યોમાં લાગણીઓ ઓછી થવા લાગી છે, તેવામાં છુટાછેડા પછી સંબંધોમાં ફરી કઇ રીતે તાજગી લાવવી જોઇએ તેના પર આધારિત આ સીરિયલ છે. ૨ વર્ષ પહેલાં છેલ્લી વખત શ્વેતા તિવારી બેગૂસરાયમાં જોવા મળી હતી. ફરી સીરિયલોમાં પર્દાપણ કરવા તે એક સારા પ્રોજેક્ટની રાહમાં હતી.