After the Sarita another tribal girl was burnt in athletics
  • Home
  • Featured
  • સરિતા બાદ એથ્લેટિક્સમાં બીજી આદિવાસી દિકરી ઝળકી, વધ્યું ગુજરાતની ગૌરવ

સરિતા બાદ એથ્લેટિક્સમાં બીજી આદિવાસી દિકરી ઝળકી, વધ્યું ગુજરાતની ગૌરવ

 | 7:35 am IST

દ.ગુજરાતની આદિવાસી પટ્ટી પરના અંતરિયાળ ગામોમાં રહેતી દીકરીઓ એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ભારતનું નામ રોશન કરવા માંડી છે. ડાંગની સરિતા ગાયકવાડે એશિયાડમાં ગોલ્ડ મેડલ મેળવીને ડાંગનું નામ વિશ્વફલક પર મૂકી દીધું છે.

હવે કપરાડા તાલુકાના કરજુન ગામની ગરીબ આદિવાસી પરિવારની દીકરી મેરેથોન દોડમાં ધીમ-ધીમે કાઠંુ કાઢવા માંડી છે. તાજેતરમાં મૈસૂરમાં યોજાયેલી ઓપન મેરેથોનમાં કરજુનની તેજલ ભોયાએ બ્રોન્ઝ મેડલ મેળવીને કપરાડા તાલુકાનું ગૌરવ વધારતા, ગતરોજ કપરાડા ખાતે તેણીનું જાહેર સન્માન કરાયું હતું.

કપરાડાના અત્યંત અંતરિયાળ વિસ્તારમાં આવેલ કરજુન ગામે રહેતી તેજલ ભોયાએ નબળી આર્િથક પરિસ્થિતિથી ડગ્યા વગર, જાત મહેનત કરીને દેશભરમાં યોજાયેલી મેરેથોન દોડ સ્પર્ધાઓમાં ભાગ લઇને મેડલો જીતવાનું ચાલુ કર્યુ છે. ગત તા. ૯-૦૯-૧૮એ મૈસૂર ખાતે ઓપન ઇન્ટરનેશનલ મેરેથોન દોડ સ્પર્ધા યોજાઇ હતી. ૩૦ કિ.મી., ૨૧ કિ.મી. અને ૧૦ કિ.મી.ની મેરેથોન દોડ સ્પર્ધાનો પ્રારંભ ભારતના ભૂ.પૂ. ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથે કરાવ્યો હતો.

આ સ્પધામાં ગુજરાત ઉપરાંત દિલ્હી, મુંબઇ, કેરળ, આંધ્રપ્રદેશ અને ગોવા જેવા મોટા શહેરોના દોડવીરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં, કપરાડા તાલુકાના કરજુન ગામની આદિવાસી યુવતી તેજલ ભોયાએ ત્રીજો ક્રમ મેળવીને, બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. કપરાડા તાલુકા સહિત સમગ્ર વલસાડ જિલ્લાનું ગૌરવ વધારનારી તેજલ ભોયાનું કપરાડા ખાતે સન્માન કરાયું હતું.