After Tirupati Ranveer and Deepika seek blessings at the Golden Temple
  • Home
  • Videos
  • Featured Videos
  • દર્શન કરવા ગયાં ત્યાં દીપિકા ઉતાવળી થઈ ગઈ, પછી શું જુઓ વીડિયોમાં કેવી રીતે સાચવી લીધું

દર્શન કરવા ગયાં ત્યાં દીપિકા ઉતાવળી થઈ ગઈ, પછી શું જુઓ વીડિયોમાં કેવી રીતે સાચવી લીધું

 | 11:44 am IST

તિરૂપતિ બાલાજીમાં દર્શન કર્યા પછી બોલિવૂડનું પ્રખ્યાત કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ગુરુવારે અમૃતસરના ગોલ્ડન મંદિરમાં આશીર્વાદ મેળવવા પંજાબ જવા રવાના થયા.

દીપવીરે 14 નવેમ્બરના રોજ તેમની લગ્નની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી. બંનેએ વિશેષ પ્રસંગને ધ્યાનમાં રાખીને ભક્તિમય રસ્તા પર જવાનું નક્કી કર્યું. ગઈકાલે તેઓ આંધ્રપ્રદેશના તિરુમાલા મંદિરની મુલાકાત લેવા પહોંચ્યા હતા અને ત્યારબાદ તે જ વિસ્તારમાં પદ્માવતી મંદિરમાં પણ ગયા હતા.

આજે વહેલી સવારના સમયે દીપિકા અને રણવીર તેમના પરિવારજનો સાથે ગોલ્ડન મંદિરમાં ગયા હતા. ફોટામાં જોઈ શકાય છે કે દીપવીર એક નવા લગ્ન કરેલા દંપતી જેવા દેખાય છે. દીપિકા તરફથી અને રણવીર તરફથી પણ માતાપિતા અને બહેન સાથે જોડાયા હતા.

પરંતુ વીડિયોમાં તમે જોશો એટલે ખ્યાલ આવશે કે પહેલા દીપિકા અને રણવીર ભગવાન પાસે માથું ટેકવે છે. રણવીરનું માથું હજુ નીચે જ છે ત્યાં તો ઉતાવળી દીપિકાએ માથું ઉંચુ લઈ લીધું. પછી જોયું તો રણવીરનું માથું નીચું હતું એટલે દીપિકાએ પણ તરત જ માથું ફરીથી જમીન પર ટેકવી લીધું. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન