after vodafone idea now reliance jio to hike prepaid plan prices
  • Home
  • Featured
  • વોડાફોન-આઇડિયા બાદ Reliance Jioએ વધારી પ્રીપેડ પ્લાનની કિંમતો, આ તારીખથી લાગૂ

વોડાફોન-આઇડિયા બાદ Reliance Jioએ વધારી પ્રીપેડ પ્લાનની કિંમતો, આ તારીખથી લાગૂ

 | 3:50 pm IST

વોડાફોન-આઇડિયાએ ગયા મહિને જાહેરાત કરી હતી કે તે તેના કોલ દરમાં 42 ટકાનો વધારો કરશે. હવે કંપનીએ પોતાના નવા કોલ દર લાગૂ કરી દિધા છે. 3 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યાથી નવા કોલ દર લાગૂ પડે છે, ત્યારબાદ યુઝર્સને કોલિંગ માટે પહેલાં તેની સરખામણીમાં વધુ ચૂકવણી કરવી પડશે. વોડાફોન-આઈડિયા પછી હવે રિલાયન્સ જિઓ પણ મોબાઇલ સર્વિસના ભાવમાં 40 ટકા સુધી વધારો કરવાની જાહેરાત કરી રહી છે. કંપનીએ જાહેરાત કરી છે કે નવા કોલ દર 6 ડિસેમ્બરથી લાગૂ થવા જઇ રહ્યાં છે.

Jio's Rs 149 plan will now get 300 non-live calling minutes

છેલ્લા ચાર વર્ષમાં આ કંપનીઓએ મોબાઈલ ફોન કોલ્સ અને ડેટાનાં દરમાં આ પહેલી જ વાર વધારો કર્યો છે. આ વધારો પાંચ કે 10 ટકા નથી, પણ 50 ટકા જેટલો છે. ટેલીકોમ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) પ્રમાણે જૂન 2016થી ડિસેમ્બર 2017 વચ્ચે દેશમાં મોબાઇલ ડેટાના દરોમાં 95% ટકાનો ઝડપી ઘટાડો આવ્યો છે. હવે મોબાઇલ ડેટા 11.78 રૂપિયા પ્રતિ ગીગાબાઇટ (જીબી)ના સરેરાશ ભાવથી ઉપલબ્ધ છે. મોબાઇલ કોલના દરોમાં 60 ટકાના ઘટાડા સાથે 19 પૈસા પ્રતિ મિનિટ થઈ ગઈ છે.

Jio's new all-in-one plan, unlimited calling and 2GB data for less money

ઉલ્લેખનિય છે કે જિયોએ રવિવારે પોતાના ભાડામાં 40 ટકા વધારાની જાહેરાત કરી છે. રિલાયન્સ જિયોએ એક નિવેદનમાં કહ્યું છે કે તેનો નવો પ્લાન ઓલ ઇન વન 6 ડિસેમ્બરથી અમલમાં આલવશે જેના કારણે ગ્રાહકોને મહત્તમ ફાયદો મળશે.

કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે જિયો અનલિમિટેડ વોઇસ અને ડેટા સાથે ઓલ ઇન વન પ્લાન લાવશે. આ પ્લાનમાં અન્ય મોબાઇલ નેટવર્ક પર કોલ કરવા માટે યોગ્ય ઉપયોગની નીતિ હશે. આ પ્લાન 6 ડિસેમ્બર, 2019થી લાગૂ થશે. આ નવો પ્લાન 40 ટકા મોંઘો હશે પણ કસ્ટમર ફર્સ્ટની નીતિને કારણે ગ્રાહકોને 300 ટકા વધારે ફાયદો મળશે.

આ વીડિયો પણ જુઓ: ગુજરાતમાં 3 દુષ્કર્મની ઘટના મામલે મહિલા આયોગનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન