After voting on social media messaging ghodapura, know what kind of message the viral!
  • Home
  • Ahmedabad
  • મતદાન બાદ સોશિયલ મીડિયામાં મેસેજોનું ઘોડાપુર, જાણો કેવા કેવા મેસેજ થયા વાયરલ!

મતદાન બાદ સોશિયલ મીડિયામાં મેસેજોનું ઘોડાપુર, જાણો કેવા કેવા મેસેજ થયા વાયરલ!

 | 8:30 am IST

ગુજરાતમાં મતદાનના દિવસે ચૂંટણીને લઈ એકબીજા પક્ષની મજાક ઉડાવતાં મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વાયરલ થયેલા સંદેશામાં કહેવાયું હતું કે, ‘બોર્ડર ઉપર ન જઈ શકીએ તો કંઈ નહિ, બૂથ ઉપર તો જઈ શકીએ ને.’ તો સામે એવો મેસેજ વાયરલ કરાયો કે, ‘ એક ભાઈ ભાજપને મત દેવા નીકળ્યા હતા, ત્યાં જ ઘરવાળીનો ફોન આવ્યો.. ગેસનો બાટલો આવ્યો છે, ૮૦૦ રૂપિયા આપો. એ પછી ભાઈએ કોંગ્રેસનું બટન દબાવી દીધું.’

‘હજુ પણ સવારે ૮ વાગ્યા સુધી ૧૫ લાખની રાહ જોઈશ. જો નય આવે ને તો પછી ૭૨ હજાર વાળું બટન દબાવી દઈશ.’

‘હું વોટ તો મોદીને આપવા ગયો હતો પણ મતદાન મથક ઉપર લાઈન જોઈને નોટબંધી યાદ આવી ગઈ અને પછી….’

‘આજે અમારા આખા પરિવારે ૭૨ હજારની કુરબાની આપી.’

‘૨૩ એપ્રિલ. ભૂલ સુધારણા દિવસ.’

‘સારુ થયું ચૂંટણી પૂરી થઈ. કેટલાકે તો જાતે ચૂંટણી લડતાં હોય એમ ઉપાડો લીધો હતો.’

‘બે કલાક વોટિંગ પછી EVM બોલી ઉઠયું, અલ્યા કોક કોંગ્રેસનું બટન દબાવો, નહીંતર પછી બધા મારો વાંક કાઢશે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન