After voting send your selfie to Sandesh news through the what's app
  • Home
  • Ahmedabad
  • તમારો વોટ તમારી તસવીર : મતદાન બાદ આ રીતે મોકલો સંદેશ ન્યૂઝને તમારી સેલ્ફી

તમારો વોટ તમારી તસવીર : મતદાન બાદ આ રીતે મોકલો સંદેશ ન્યૂઝને તમારી સેલ્ફી

 | 4:47 pm IST

23મી એપ્રિલના રોજ મંગળવારે 15 રાજ્યોમાં 116 બેઠકો પર લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. જેમાં ગુજરાતની તમામે તમામ 26 લોકસભા બેઠકો પર એકસાથે મતદાન યોજાશે. લોકશાહીના આ મહાપર્વમાં તમામ લોકો પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરે તેવી તંત્ર દ્વારા પહેલ કરવામાં આવી રહી છે. આ પહેલમાં સંદેશ ન્યૂઝ પણ જોડાઇ ગયું છે.

લોકશાહીના આ પર્વમાં જોડાઇ તમામ યુવાનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સેલ્ફી પણ લેતા હોય છે. આ સેલ્ફીને તમે સંદેશ ન્યૂઝને મોકલી શકો છો અને સંદેશ ન્યૂઝમાં દિવસભર ચાલતા ઇલેક્શન કવરેજમાં પોતાની તસવીર જોઇ શકો છો. આ માટે સંદેશ ન્યૂઝ ‘તમારો વોટ તમારી તસવીર’નામની પહેલ કરી છે. જેમાં તમે તમારી વોટ આપ્યા બાદની સેલ્ફીનને 6354603263 પર વોટ્સઅપ દ્વારા મોકલી શકો છો. સંદેશ ન્યૂઝમાં દિવસભર ચાલતી ચૂંટણીની ખબરો દરમિયાન તમારી તસવીરને ટીવી સ્ક્રિન પર દેખાડવામાં આવશે.

 આ સિવાય સંદેશ ન્યૂઝ દ્વારા બે હેશટેગ પણ ક્રિએટ કરવામાં આવ્યા છે તેના દ્વારા પણ તમે અમારા સુધી પહોંચી શકો છે. #ElectionWithSandesh હેશટેગનો ઉપયોગ કરીને તમે તમારી સેલ્ફી અમને ટ્વીટર દ્વારા મોકલી શકો છો. આ સિવાય તમારી પાસે ઇલેક્શન રીલેટેડ કોઇ ન્યૂઝ હોય અથવા તમે લેટેસ્ટ અપડેટ્સ જાણવા માગતા હોય તો #ElectionBreakingOnSandesh  હેશટેગનો ઉપયોગ કરી શકો છો.

તમે સંદેશ ન્યૂઝના ફેસબુક પેજ https://www.facebook.com/sandeshnewspaper ના માધ્યમથી પણ તમે મતદાન બાદની તમારી સેલ્ફી અમારા સુધી પહોંચાડી શકો છો. તો 23 એપ્રિલ,2019 ના રોજ દરેક લોકો મતદાનને તેમની નૈતિક ફરજ સમજે અને હર્ષોલ્લાસપૂર્વક આ  લોકશાહીના મહાપર્વને ઉજવે  તેવી સંદેશ તેમના વાચકોને વિનંતી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન