after watch this Viral video of himalaya road you will be shocked
  • Home
  • Featured
  • રસ્તો જોઈને જ રાડ ફાટી જાય એમાં ગાડી કેમ ચલાવવી, વીડિયો જોઈને રૂવાડાં ઉભા થઈ જશે!

રસ્તો જોઈને જ રાડ ફાટી જાય એમાં ગાડી કેમ ચલાવવી, વીડિયો જોઈને રૂવાડાં ઉભા થઈ જશે!

 | 4:36 pm IST

સામાન્ય રીતે ભારતના લોકોને કોઈ પણ વસ્તુમાં ટીકા ટિપ્પણી કર્યા વગર ન ચાલે. પેલું આવું છે અને પેલું તેવું છે. આવું બોલવા વાળા લોકો તમને શેરીએ શેરીએ મળી રહે છે. પરંતુ હાલમાં જે વીડિયો વાયરલ થયો એ રસ્તો જોઈને ભલભલાની આંખો ફાટી જશે અને શ્વાસ અધ્ધર થઈ જાય એવું છે. સુધા રામેન કે જે આઈએફએસ ઓફિસર છે. તેણે આ વીડિયો શેર કર્યો છે. કેપ્શનમાં લખવામાં આવ્યું કે. આપણે ખરાબ રસ્તા વિશે ફરિયાદ કરીએ છીએ. જ્યારે આ હિમાલયનો રસ્તો વધારે પડતો ખતરનાક છે.

આ વીડિયો જોઈને પહેલા તો લોકો ડરી જાય છે. વળી એમ પણ વિચાર આવે કે આખરે આ ગાડી ચાલે છે ક્યાં. આ વીડિયો ક્યાંનો છે એ હજુ નક્કી નથી થયું. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તરાખંડના મરટોલીનો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા એકદમ નાના નાના છે અને નીચે પણ ખીણ છે. ગાડીમાં કેટલાંય લોકો બેઠા છે અને ગાડી ડોલક ડોલક થઈ રહી છે. તો જુઓ અહીં આ વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન