West Bengal Election Results : Mamata defeats Suvendu in Nandigram
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મમતા બેનરજીનું કદ રાતોરાત વધ્યું, 2024માં ભાજપ માટે બનશે માથાનો દુ:ખાવો?

મમતા બેનરજીનું કદ રાતોરાત વધ્યું, 2024માં ભાજપ માટે બનશે માથાનો દુ:ખાવો?

 | 6:19 pm IST
  • Share

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની આગેવાનીમાં તૃણમુલ કોંગ્રેસે (TMC) સપાટો બોલાવી દીધો છે. 292 વિધાનસભા બેઠકોમાંથી TMC 200થી વધારે બેઠકો જીતવાની નજીક છે. મમતા બેનરજી ફરી એકવાર બીજી ટર્મ માટે સરકાર રચવા જઈ રહ્યાં છે. ભાજપે પ્રચંડ તાકાત લગાવી દેવા છતાંયે મમતા બેનરજીએ પોતાનો ગઢ સાચવી રાખ્યો છે. જોકે ભાજપે પણ 3 બેઠકોમાંથી મોટો કુદકો માર્યો છે જે એક મોટી બાબત જરૂર છે.

પરંતુ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસનો વિજય રથ આગળ વધતાની સાથે જ મમતા બેનરજીનું રાજકીય કદ પણ વધ્યું છે. ‘અબકી બાર 200 પાર’ના દાવા કરનારી ભાજપ 100નો આંક પણ નથી અડી શકી. ભાજપના તમામ પ્રયાસો, આક્રમક પ્રચાર, મોટા નેતાઓને પાર્ટીમાં સામેલ કરાવવા છતાંય ભગવા દળને રાજ્યમાં સરકાર ના બનાવવી અને ટીએમસીની જીત અનેક રીતે મહત્વપૂર્ણ છે. ટીએમસી અને મમતાની આ જીત રાષ્ટ્રીય રાજકારણ પર કેવો પ્રભાવ પડશે તે જોવુ મહત્વનું રહેશે.  

મમતાનું રાષ્ટ્રીય કદ વધશે

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક હેમંત અત્રીના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી લોકલ ચહેરો હતા. છેલ્લા 10 વર્ષથી તેઓ સરકારમાં હતા. જ્યારે ભાજપે અહીં તમામ તાકાત લગાવી દીધી હતી. ભાજપ અહીં ધન-બળલ અને આતાયુ ઉમેદવારોના ભરોશે ચૂંટણી લડી રહી હતી. સત્તામાં આવવા માટે જે ગ્રાઉન્ડ કનેક્શન ભાજપને જોઇતું હતું તે તેની પાસે નહોતુ. પક્ષ પલટો કરી ભાજપમાં સામેલ થનારા લોકોના સહારે પાર્ટી જેટલી બેઠકો તેને મળવી જોઇતી હતી એ તેને મળી ગઈ. જ્યારથી કોંગ્રેસ નબળી પડી છે ત્યારથી જેટલા પણ ક્ષેત્રિય પક્ષ છે તે બધાનું અસ્તિત્વ જોખમાયું છે. જોકે મમતા બેનરજી વિનર બનીને સામે આવી રહી છે. તો નિશ્ચિત રીતે તેમનું કદ રાષ્ટ્રીય રાજકારણમાં વધશે, કારણ કે ટીએમસ જ એવું ક્ષેત્રિય પક્ષ છે, જે બંગાળ જેવા રાજ્યમાં ફરી સત્તામાં આવ્યો છે.

રાષ્ટ્રીય સ્તરે મમતા ગઠબંધનનો ચહેરો બની શકશે?

હેમન્ત અત્રીનું કહેવુ છે કે, બીજો અર્થ એ પણ થાય છે કે જો ભાજપ તરફથી 200 પારનો નારો આપવામાં આવતો હોય અને જો તેને આ આંક મળી ગયો હોત તો તેને રાજ્યસભામાં બહુમત મળી જાત. આ ફક્ત મમતા બેનરજીની જીત નથી પણ આ જીતે ભાજપને રાજ્યસભામાં બહુમત તરફ જતા રોકી છે. આવતી કાલે રાષ્ટ્રીય સ્તરે ભાજપ વિરૂદ્ધ ગઠબંધન રચવાનો વારો આવે તો મમતા વિપક્ષી ચહેરો બની શકે છે.

યૂપી-બંગાળ ઇલેક્શન પર શું થશે અસર?

વરિષ્ઠ પત્રકાર હેમન્ત અત્રીનું કહેવુ છે કે, આવતા વર્ષે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. ત્યાર બાદ પંજાબમાં ચૂંટણી થશે. ટીએમસીની જીતથી સ્પષ્ટ સંકેત છે કે ભાજપ અજેય નથી. બંગાળમાં જે પ્રકારે ભાજપ ગઈ અને 2 વર્ષમાં તેણે તમામ રાજકીય દાવપેંચ રમ્યા. ભાજપ માટે ઉત્તર પ્રદેશમાં પણ આ વખતે કપરા ચઢાણ છે. જોકે મયાવતી હાલ વધુ સક્રિય નથી, તેથી અખિલેશને ફાયદો થઇ શકે છે. તેવી જ રીતે પંજાબમાં કેપ્ટન અમરિંદરને પણ બળ મળશે. જો મમતા એકલા હાથે જીતી શકે છે તો અમે કેમ નહીં. આ પ્રકારે દેશમાં એક વાતાવરણ તૈયાર થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન