against-shell-companies-in-latest-drive-kyc-to-be-made-mandatory-for-all-firms
  • Home
  • Business
  • નકલી કંપનીઓની હવે ખેર નથી, તમામ ફર્મોએ KYC કરાવવું ફરજિયાત

નકલી કંપનીઓની હવે ખેર નથી, તમામ ફર્મોએ KYC કરાવવું ફરજિયાત

 | 3:02 pm IST

નકલી કંપનીઓ વિરૂદ્ધ અભિયાન તેજ કરવામાં આવ્યુ છે. મિનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેયર્સ ટુંક સમયમાં ફર્મો માટે KYC પ્રક્રિયા શરૂ કરવાના છે. KYC પ્રક્રિયા અનુસાર તમામ કંપનીઓ પોતાના પ્રમુખ અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી આપવાનું ફરજિયાત થઈ જશે. એક અધિકારીનું કહેવુ છે કે આ ટુંક સમયમાં શરૂ થઈ જશે. શક્ય છે કે આ મહીને જ શરૂ થઈ જશે.

આપને જણાવી દઈએ કે નકલી કંપનીઓ એટલેકે કોઈ બીજા નામથી ખોટી કંપનીઓ જેમનુ અસ્તિત્વ ફક્ત કાગળ પર જ હોય છે, જેમને છુપાવવા માટે ગેરકાયદે ગતિવિધીઓને સાકાર કરવા બનાવવામાં આવે છે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેયર્સે ગયા વર્ષે તમામ પંજીકૃત કંપનીઓના ડાયરેક્ટરો માટે KYC પ્રક્રિયા શરૂ કરી હતી.

DIN એટલેકે ડાયરેક્ટર આઈડેટીફિકેશન નબર પર 33 લાખ ડાયરેક્ટરોમાંથી ફક્ત 16 લાખ ડાયરેક્ટરોએ KYC પ્રક્રિયાને પુરી કરી છે. મિનિસ્ટ્રી KYC પ્રક્રિયામાં નકલી કંપનીઓને ઓળખી અલગ કરવા પર વિચાર કરી રહી છે. આ જ કારણ છે કે આવી કંપનીઓ પોતાની માહિતી આપતા અચકાઈ રહ્યા છે. જે તપાસના દાયરાઓમાં આવે છે.

આ સિવાય KYC પ્રક્રિયાને કંપની ફાઈલિંગમાંથી લીન્ક કરવામાં આવશે. આનો મતલબ એ થશે કે જે કંપનીઓ પોતાની એન્યુઅલ રિપોર્ટને ફાઈલ નથી કરતા, તેણે KYC પ્રક્રિયાને પુરી કરવા રજા મંળી નથી. અધિકારીએ જણાવ્યુ કે જો કોઈ કંપનીને KYCની રજા નહી મળે તો તમામ ઓપરેશન કરવામાં અસમર્થ રહેશે.

કોર્પોરેટ અફેયર્સ સેક્રટરી આઈ. શ્રીનિવાસે જણાવ્યુ કે KYC પ્રક્રિયામા પ્રોફેશનલ્સની સ્ક્રીનિંગ થશે અને ત્યારબાદ તેને સિસ્ટમમાં રજીસ્ટર કરવામાં આવશે. તેમણે એ પણ જણાવ્યુ કે મંત્રાલયે પોર્ટલ પર MCA 21નું રજીસ્ટ્રેશન કરાવવા KYCનો પ્લાન કરવુ અનિવાર્ય થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન