against-swara-bhaskar-offensive-tweets-of-this-film-director
  • Home
  • Entertainment
  • Bollywood
  • સ્વરા ભાસ્કર વિરૂદ્ધ એક ફિલ્મ નિર્દેશકે એવુ કર્યુ ટ્વીટ, TWITTER લેવા પડ્યા પગલાં

સ્વરા ભાસ્કર વિરૂદ્ધ એક ફિલ્મ નિર્દેશકે એવુ કર્યુ ટ્વીટ, TWITTER લેવા પડ્યા પગલાં

 | 1:06 pm IST

બોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રી સ્વરા ભાસ્કર પોતાના કામ કરતા વિવાદોમાં વધારે ચર્ચામાં રહે છે. ફિલ્મ અભિનેત્રી વિરૂદ્ધ ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નીહોત્રીએ ટ્વીટ કરતા વિવાદ થયો છે. જો કે વિવાદ થતા આ ટ્વીટને ડિલિટ કરવામાં આવ્યુ હતુ. થોડા સમય પહેલા ટ્વીટર પર કેરળના ધારાસભ્ય પીસી જ્યોર્જની નીંદા કરી હતી, જેણે એ નન વિરૂદ્ધ આપત્તીજનક ટિપ્પણી કરી હતી. સ્વરાએ ધારાસભ્યની વાતનો વિરોધ કર્યો હતો.

ટ્વીટર પર સ્વરા અને ધારાસભ્ય વચ્ચે ખુબજ તકરાર થઈ ત્યારબાદ સ્વરાએ ટ્વીટરને ફરિયાદ કરી હતી. ત્યારબાદ ટ્વીટરે એક્શન લેતા ધારાસભ્યના એકાઉન્ટને બ્લોક કરી દીધુ હતુ.

સ્વરા ભાસ્કર તેની વેબ સીરીઝ લઈને આવી રહી છે. પ્રથમ સીઝનની સફળતા બાદ સ્વરા ફરી એક વાર બીજી સીઝનમાં પણ સામેલ થશે. ફિલ્મો સાથે સાથે કેટલીયે વેબસાઇટનો ભાગ રહી ચુકેલી સ્વરાનું માનવુ છે કે ફિલ્મો કરતા વધારે વેબસિરિઝ કલાકારોને મોકો આપે છે.