NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ત્રાસવાદ સામે લડવામાં અમેરિકા દ્વારા ભારતને વધુ એક ઝટકો

ત્રાસવાદ સામે લડવામાં અમેરિકા દ્વારા ભારતને વધુ એક ઝટકો

 | 4:49 am IST

નવી દિલ્હી :

ત્રાસવાદ સામે લડવા પાકિસ્તાનને ફંડ આપવાના મામલે અમેરિકન કોંગ્રેસે ભારતને મોટો ઝડકો લાગે તેવો નિર્ણય લીધો છે. અગાઉ આવું ફંડ મેળવવા અમેરિકાએ ત્રાસવાદી સંગઠન હક્કાની નેટવર્કની સાથે લશ્કર-એ-તોયબાની આતંકી પ્રવૃત્તિ સામે પગલાં લીધા છે તેવું પુરવાર કરવું પડતું હતું પણ હવે આવી જરૂરિયાતમાંથી લશ્કર-એ-તોયબાનું નામ બાકાત કર્યું છે. પાકિસ્તાને ફંડ મેળવવા હક્કાની નેટવર્ક સામે કેવા અને કેટલા પગલાં લીધા તે જણાવવું પડશે.

લશ્કર-એ-તોયબા ભારતમાં આતંકી પ્રવૃત્તિઓ કરે છે

લશ્કર-એ-તોયબા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પણ તે ભારતમાં આતંકી પ્રવૃત્તિઓ કરે છે અને આ આતંકી ગ્રૂપનો વડો તેનો સ્થાપક હાફિઝ સઈદ છે જે ૨૦૦૮માં મુંબઈમાં કરવામાં આવેલા આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ છે.

લશ્કર-એ-તોયબાને બાકાત રાખવાનાં નિર્ણયથી ભારત નારાજ

આમ અમેરિકન કોંગ્રેસ દ્વારા લશ્કર-એ-તોયબાને બાકાત રાખવાનાં આ નિર્ણયથી ભારત નારાજ થયું છે. છેલ્લા કેટલાંક વર્ષોથી ભારતમાં ત્રાસવાદ ફેલાવવા માટે પાકિસ્તાન ખાતેનાં આતંકી સંગઠનો લશ્કર-એ-તોયબા અને જૈશ-એ -મોહંમદને વિશ્વ સ્તરે ખુલ્લાં પાડવામાં ભારતને સફળતા મળી છે ત્યારે જ યુએસ દ્વારા ભારતને ઝટકો લાગે તેવો નિર્ણય લેવાયો છે.

હક્કાની નેટવર્ક સામે લડશે તો જ ૩૫ કરોડ ડોલર અપાશે

યુએસ દ્વારા આતંકવાદ સામે લડવા પાકિસ્તાનને કુલ ૭૦ કરોડ ડોલરની સહાય મંજૂર કરવામાં આવી છે જેમાંથી હક્કાની નેટવર્ક સામે પગલાં લેવા તે નિષ્ફળ નીવડશે તો તેને ૩૫ કરોડ ડોલરની સહાય અપાશે નહીં.

;