AGR dues telecom companies Vodafone idea bharti airtel supreme court
  • Home
  • Business
  • ટેલિકોમ કંપનીઓ પર તોળાતું સંકટ, વોડાફોન-આઈડિયા-એરટેલ પાસે આ છેલ્લો રસ્તો

ટેલિકોમ કંપનીઓ પર તોળાતું સંકટ, વોડાફોન-આઈડિયા-એરટેલ પાસે આ છેલ્લો રસ્તો

 | 2:31 pm IST

Adjusted Gross Revenues મામલે સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને હવે કોઈ પણ પ્રકારની રાહત આપવાથી ઇન્કાર કરી દીધો છે. કોર્ટે આ તમામ કંપનીઓ વિરૂદ્ધ કડક વલણ અપનાવી 16 જાન્યુઆરીએ જસ્ટીસ અરૂણ મિશ્રાવાળી ખંડપીઠે દુરસંચાર કંપનીઓને સરકારને AGR ચુકવવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે સરકારને 1.47 લાખ કરોડ રૂપિયા નહી ચુકવવાને લઈને દુરસંચાર કંપનીઓને જોરદાર ઝાટકણી કાઢી છે. તમામ કંપનીઓ મુખ્ય અધિકારીઓને સાવધ કર્યા છે અને કહ્યું છે કે રકમ ચુકવવાના આદેશને પાલન નહી કરવામાં આવે તો કોર્ટ આ તમામ કંપનીઓને આકરી સજા સંભળાવશે. 14 ફેબ્રુઆરી પુરી થાય ત્યાં સુધીમાં 1.47 લાખ કરોડ રૂપિયા જમા કરાવવાના રહેશે.

હવે મોબાઇલ કંપનીઓ પાસે ક્યો રસ્તો?

સુપ્રીમ કોર્ટના કડક આદેશ પછી હવે મોબાઇલ કંપનીઓ આ રકમની ચુકવણી કરવાની રહેશે. એરટેલે હાલ જ ઓવરસીઝ બોન્ડ અને qualified institutional placementથી લગભગ 3 અરબ ડૉલર એકઠા કર્યા છે. આનાથી એરપેલ બાકી રહેલ રકમની ચુકવણી કરી શકશે. પણ વોડાફોન અને આઇડિયાને લઈને હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. 31 ડિસેમ્બરે વોડાફોન આઇડિયા પાસે 12530 કરોડ રૂપિયા રોકડ મુદ્રા હતી જ્યારે કંપનીની કુલ દેવું 1.03 લાખ કરોડ હતી.

આપને જણાવીએ કે આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યુ હતુ કે જો સરકારની તરફથી કોઈ રાહત નહી મળે તો તેણે પોતાની દુકાન બંધ કરવી પડશે.

આ વીડિયો જુઓ: પરિપત્ર રદ ન કરવા ઊંઝા ઉમિયા સંસ્થા દ્વારા રજૂઆત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન