Agra-Lucknow-Expressway-In-Kannauj Road-Accident
  • Home
  • Featured
  • આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઇ-વે પર ગમખ્વાર અકસ્માત, 45ને ઈજા

આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઇ-વે પર ગમખ્વાર અકસ્માત, 45ને ઈજા

 | 8:51 am IST

આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઇ-વે પર ભીષણ અકસ્માત સર્જાયો છે. અહીં એક મુસાફરોની બસ પલટી ખાવાના પગલે લગભગ 45 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં 20 મુસાફરોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ અકસ્માતના પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને કાનપુર ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તિર્વા મૅડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ, મુસાફરોછી ભરેલી બસ દિલ્હી થી બિહાર તરફ જઇ રહી હતી. આ દરમિયાન કોતવાલી વિસ્તારમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ હાઇ-વે પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાયા બાદ સ્થાનિકોએ તેની જાણ પોલીસને કરી હતી.

આ અકસ્માતમાં ઇજા પામેલા લોકોને પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઇજા પામનારાઓને કાનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગેની માહિતી ઇજાગ્રસ્તોના પરિવારને પણ આપવામાં આવી હતી.