- Home
- Videos
- Featured Videos
- અમદાવાદના પ્રસિદ્ધ ભદ્રકાળીમાંના મંદિરમાં નવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ. Video

અમદાવાદના પ્રસિદ્ધ ભદ્રકાળીમાંના મંદિરમાં નવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ. Video
October 9, 2018 | 8:14 pm IST
નવલા નોરતાનું કાઉટડાઉન શરૂ થઈ ગયુ છે. નવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. છેલ્લી ઘડીની તૈયારીમાં છે સૌ કોઈ વ્યસ્ત. ગરબે ઘુમવા ખેલૈયાઓમા અનેરો ઉત્સાહ છે. નાનામોટા સૌ કોઈ આ પાવન પર્વની આતુરતાથી રાહ જોતુ હોય છે. ખેલૈયાઓ આ અંતીમ ઘડીમાં નવા નવા સ્ટેપ્સ શીખી રહ્યા છે. છેલ્લી ધડીની ખરીદી થઈ રહી છે.
ખેલૈયાઓ ગૃપમાં કરી રહ્યા છે રિહર્સલ. અલગ અલગ પ્રોપ્સ સાથે ગરબે ઘુમવાનો ખેલાડીઓને હોય છે અનોખો શોખ. મટકી, છત્રીઓ, ડાંડીયા અને બંસરી છે લોકપ્રિય પ્રોપ્સ. ખેલૈયાઓની સાથે સાથે ગાયકો, દર્શકોમાં અનેરો ઉત્સાહ.
અમદાવાદના પ્રસિદ્ધ મંદિર ભદ્રકાળીમાંના મંદિરનું અનોખુ રહેલુ છે મહત્વ. આઠમના દિવસે થાય છે માતાના હવન. ભક્તોનું ઉમટે છે ઘોડાપુર તો તમે પણ માના પાવન દર્શન કરી થઈ જાઓ ધન્ય.