એહમદ પટેલે ભાજપ સામે કર્યા આકરા પ્રહાર, ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરી શક્યું નથી - Sandesh
  • Home
  • Gujarat
  • એહમદ પટેલે ભાજપ સામે કર્યા આકરા પ્રહાર, ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરી શક્યું નથી

એહમદ પટેલે ભાજપ સામે કર્યા આકરા પ્રહાર, ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરી શક્યું નથી

 | 10:26 pm IST

ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર ના કરતાં કોંગ્રેસના સાંસદ એહમદ પટેલે ટ્વિટ કરી લખ્યું છે કે, ભાજપ ગુજરાતના લોકો સામે પોતાનો ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરી શક્યું નથી. કારણ કે, વિકાસ ક્યારેય એમનો ધ્યેય રહ્યો જ નથી. ૨૦૧૨ના ઢંઢેરાના વચનો પૂરા નથી થયા તેને છુપાવી રહ્યા છે. એમને પણ ખ્યાલ આવી ગયો છે કે એમની હાર નિશ્ચિત છે.

હારના ડરે ભાજપે પોસ્ટરોની ગંદી રાજનીતિ રમી : એહમદ પટેલ

પોસ્ટર વિવાદ બાદ રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ એહમદ પટેલે ટ્વિટ કરતાં લખ્યું કે, મેં ક્યારેય મુખ્યમંત્રી પદ માટે દાવેદારી કરી નથી. બોગસ પોસ્ટરો ઊભા કરીને આ રીતે પ્રચાર કરવાની બાબત પરથી સ્પષ્ટ થાય છે કે, ભાજપને હારનો ડર સતાવી રહ્યો છે. આ એક પ્રકારની ગંદી રાજનીતિ છે.