Ahmedabad: 7 people arrested while having alcohol from one of the hotel in Naroda
  • Home
  • Ahmedabad
  • અ’વાદમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડ્યા, ખાનગી હોટેલમાંથી 5 પોલીસકર્મી સહિત 7ની ધરપકડ

અ’વાદમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડ્યા, ખાનગી હોટેલમાંથી 5 પોલીસકર્મી સહિત 7ની ધરપકડ

 | 2:30 pm IST

દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ આપણે અવારનવાર દારૂની મહેફિલ માણતા લોકોનાં ઝડપાવવાનાં સમાચાર સાંભળીએ છીએ. ત્યારે નરોડાની એક ખાનગી હોટેલમાં દારૂની મહેફિલ માણી રહેલા 5 પોલીસકર્મી સહિત 7 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટનામાં DCPના આદેશ બાદ તમામ શખ્સો સામે ગુનો નોંધાયો છે. આ ઘટનામાં પોલીસને આરોપીઓ પાસેથી 3 નંગ દારૂનાં ક્વાર્ટર બે કાંચની બિયરની બોટલ તથા બે ટીન ઝડપાયા છે. આ ઉપરાંત એક કાર અને બે ટુ વ્હિલર સાથે મળીને 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં નરોડાની એક ખાનગી હોટેલમાં બેસીને દારૂની મહેફિલ માણતા 7 લોકોની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા 7 લોકોમાંથી 5 પોલીસકર્મીઓ છે. પોલીસે બાતમીના આધારે નરોડાની ખાનગી હોટેલમાં રેડ કરી હતી, ત્યાંથી તમામ આરોપીઓ રંગેહાથે ઝડપાયા હતા.

ઝડપાયેલા લોકો પાસેથી 3 નંગ દારૂનાં ક્વાર્ટર બે કાચની બિયર બોટલ અને બે ટીન મળી આવ્યાં છે. આ ઉપરાંત એક કાર અને બે ટુવ્હિલર મળીને કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો છે.

હાલ મળતી માહિતી પ્રમાણે, આ લોકોનો હવે મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે. જે બાદ તેમની પૂછપરછ પણ કરવામાં આવશે. આ ઘટના પરથી ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં અવારનવાર દારૂની મહેફિલ માણતા લોકો ઝડપાય છે, ત્યારે લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે સાચે જ ગાંધીનાં ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે?

આ પણ જુઓ વીડિયો: રાજકોટના જેતપુરમાં પોલીસથી બચવા અનોખું હેલ્મેટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન