Ahmedabad A Gomatpur youth was Murdered by his own partner
  • Home
  • Ahmedabad
  • પ્લાસ્ટીકની થેલીમાં માથા વગરની કટકા કરેલી લાશ મળી, 3 કલાક સુધી લાશના કર્યા કટકા

પ્લાસ્ટીકની થેલીમાં માથા વગરની કટકા કરેલી લાશ મળી, 3 કલાક સુધી લાશના કર્યા કટકા

 | 5:55 pm IST

અસલાલી-હાથીજણ રોડ પર બે પ્લાસ્ટીકની થેલીમાં માથા વગરની કટકા કરેલી લાશ મળી આવવાના કિસ્સામાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ એક યુવકની ધરપકડ કરી છે. 12 લાખ રૂપિયાની લેતીદેતી મામલે ગોમતીપુરના યુવકની તેના જ ભાગીદારે ગળુ દબાવીને હત્યા કર્યા બાદ ત્રણ કલાક સુધી કાપડ કાપવાના કટરથી લાશના કટકા કરીને બે કોથળીમાં પેક કરી, રીંગ રોડ પર નાખી દીધા હતા. પરંતુ પોલીસને ગુમ થનાર યુવકની માહિતી મળતાની સાથે જ આરોપીની ભાળ મળી અને પોલીસે આરોપીની ધરપકડ કરી.

6 દિવસ પહેલા રવિવારે રાતે એસપી રિંગ રોડ પર હાથીજણ-અસલાલીની વચ્ચે ચાની કિટલી પાસે પ્લાસ્ટીકના બે કોથળા મળી આવ્યા હતા, કોથળામાં દુર્ગંધ આવતી હોવાથી પોલીસને જાણ કરવામાં આવી અને તેની તપાસ કરતા માથા અને હાથની આંગળીઓ વિનાની પુરૂષનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી કે ગોમતીપુરનો રહેવાસી સાકીર શેખનો છે અને તેની તપાસ કરતા 2 તારીખે સાકીર શેખ ગુમ થયો હતો. માટે પોલીસને શંકા ગઈ હતી કે આ મૃતદેહ તેનો છે અને તે મૃતદેહના આધારે તપાસ કરતા પોલીસ આરોપી મોહમદ મતબુલ શેખની ધરપકડ કરી છે.

ગોમતીપુરનો સાકીર શેખ નામનો યુવક કેટલાક દિવસથી ગુમ થયો હોવાથી તેના પરિવારે અસલાલી પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેમના DNA ટેસ્ટ માટે FSLમાં મોકલ્યા હતા. પોલીસે રોડ પર તેમજ આસપાસના સીસીટીવી ફુટેજ પોલીસે તપાસ કર્યા હતા. જેમાં એક શંકાસ્પદ એક્ટીવા અને રીક્ષા ઘટના સ્થળ નજીક દેખાયા હતા. અસલાલીથી ઇસનપુર સુધીના સીસીટીવી કેમેરા ચેક કર્યા જેમાં ઇસનપુર સર્કલ પાસેના સીસીટીવી કેમેરાના ફુટેજમાં બે પ્લાસ્ટીકની થેલીઓ લઇને રીક્ષાચાલક જતો હોવાનું સામે આવ્યુ હતું. જેના આધારે બન્નેની પુછપરછ કરતા આરોપી અને મૃતક બન્ને મિત્રો હતા અને 12 લાખના રોકાણમાં કાપડનો ધંધો કર્યો હતો. જેમા હિસાબ ન રાખતા હોવાની બોલાચાલી બાદ આ હત્યા થઈ હોવાની આરોપીએ કબુલાત કરી છે.

પોલીસે રીક્ષા નંબરના આધારે રીક્ષાચાલકની અટકાયત કરી પુછપરછ કરતા આરોપીએ 300 રૂપિયા આપી બે પ્લાસ્ટીકની થેલી અસલાલી સુધી લાવવા કહ્યુ હતુ. પોલીસે કડી મળી જતા તેને ઝડપવા ઘરે પોહચી હતી પરંતુ ઘરે મળી આવ્યો ન હતો. મતબુલ ઉતરપ્રદેશ જતો રહ્યો હોવાનું સામે આવ્યુ હતું. પોલીસે મતબુલને પકડવા માટે એક ટીમ યુપી રવાના કરી હતી. પરંતુ ઉત્તરપ્રદેશ પહોંચેલી અસલાલી પોલીસને જાણ થઇ કે મતબુલ પ્લેન મારફતે અમદાવાદ આવી રહ્યો છે. મતબુલ અમદાવાદ આવ્યો ત્યારે અસલાલી પોલીસે તેની ધરપકડ કરીને આકરી પુછપરછ કરી હતી જ્યા તેને હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન