અમદાવાદ: બળેલી હાલતમાં મળેલ યુવતીની લાશ અંગે થયો ચોંકાવનારો ખુલાસો - Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: બળેલી હાલતમાં મળેલ યુવતીની લાશ અંગે થયો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદ: બળેલી હાલતમાં મળેલ યુવતીની લાશ અંગે થયો ચોંકાવનારો ખુલાસો

 | 8:36 pm IST

સરખેજ બાવળા રોડ પર આવેલ સનાથલ સર્કલથી શાંતિપુરા તરફ જવાનાં રસ્તે ર્સિવસ રોડની બાજુમાં આવેલ ઝાડીમાંથી કાલે બળેલી હાલતમાં યુવતીની લાશ મળેલ હતી જેને ચાંગોદર પોલીસ દ્વારા પી.એમ. માટે મોકલી આપવામાં આવી હતી .પી.એમ.રીપોર્ટમાં યુવતીને મારીને તેની હત્યા કરી લાશ સળગાવી નાખી હોવાનું બહાર આવતા ચાંગોદર પોલીસે અજાણી સ્ત્રીની હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

બનવની વિગત એવી છે કે તા.૮-૨-૨૦૧૮નાં રોજ સવારે ૯-૦૦ કલાકે સરખેજ-બાવળા રોડ પર આવેલ સનાથલ સર્કલ નજીક આવેલ ભવાની ટ્રાન્સપોર્ટનો ટ્રક ડ્રાઈવર સર્કલ નજીક ર્સિવસ રોડની બાજુની ઝાડીઓમાં કુદરતી હાજતે ગયા હતા જ્યાં તેમણે કોઈ યુવતીની બળેલ હાલતમાં લાશ જોતાં ટ્રાન્સપોર્ટનાં માલિક તેમજ અન્યોને જાણ કરી હતી જેથી તેઓએ ઘટનાં સ્થળ પર જઈ લાશ જોતા ચાંગોદર પોલીસને જાણ કરી હતી.

ચાંગોદર પોલીસે તુરંતજ ઘટના સ્થળે જઈ લાશનો કબજો લીધો હતો પરંતુ લાશ બળેલ હાલતમાં હોવાથી હત્યા છે કે કેમ તે અંગે જાણી શકાયું ન હતું જેથી લાશને પી.એમ.માટે મોકલી અપાઈ હતી.આજ રોજ પી.એમ.રીપોર્ટમાં યુવતીને માથાનાં ભારે કોઈ હથિયાર મારી ગળુ દબાવી શ્વાસ રૃંધાવી હત્યા કરી લાશને બાળી નાખી હોવાનું બહાર આવતાં ચાંગોદર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.તપાસ ચાંગોદર પી.આઈ જે.વી.રાઠોડ ચલાવી રહ્યા છે.