Ahmedabad : AIMIM ahead of Congress in Behrampura Ward
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ભાજપ બાદ હવે ઓવૈશી કોંગ્રેસને નડ્યા, બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસને પછાડીને AIMIM આગળ

ભાજપ બાદ હવે ઓવૈશી કોંગ્રેસને નડ્યા, બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસને પછાડીને AIMIM આગળ

 | 10:49 am IST
  • Share

ગુજરાતમાં ગત 21મી ફેબ્રુઆરીએ યોજાયીલી 6 મહાનગર માલિકાની ચૂંટણીની મતગણતરીઓ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં એલ ડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ એમ બે ઠેકાણે મતગણતરી હાથ ધરવામાં આવી છે. 48 વોર્ડ અને કુલ 191 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી.

ઈવીએમ ખુલતાની સાથે જ ભાજપે જંગી લીડ મેળવી સપાટો બોલાવી દીધો હતો. ફરી એકવાર કોંગ્રેસના સુપડા સાફ થઈ રહેલા દેખાય છે. અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન પર ફરી એકવાર ભાજપ જ કબજો જમાવે તેવુ ચિત્ર લગભગ સ્પષ્ટ હઈ ગયું છે.

જોકે અત્યાર સુધી ભાજપના હાથે માર ખમી રહેલી કોંગ્રેસને હવે અસદુદ્દીન ઓવૈશીની પાર્ટી AIMIM પાર્ટી તરફથી પણ જોરદાર લડત મળવા લાગી છે. અમદાવાદના બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસને પછાડીને અસદુદ્દીન ઓવૈશીની પાર્ટી AIMIM આગળ નિકળી ગઈ છે.

જોકે ગોતા, વસ્ત્રાલ, સરદારનગર આગળ ચાલી રહી છે. તો સૈજપુર બોઘામાં ભાજપની પેનલ આગળ ચાલી રહી છે. નવા વાડજ, વસ્ત્રાલ, ખોખરા, થલતેજમાં ભાજપ આગળ છે. જો કે, દાણીલીમડા, દરિયાપુર, ચાંદખેડામાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન