Ahmedabad Airport And Railway Station not have Fire NOC RTI Reply
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ એરપોર્ટ અને રેલવે સ્ટેશન પાસે જ ફાયર NOC નહીં, RTIમાં થયો ખુલાસો

અમદાવાદ એરપોર્ટ અને રેલવે સ્ટેશન પાસે જ ફાયર NOC નહીં, RTIમાં થયો ખુલાસો

 | 9:18 pm IST
  • Share

અમદાવાદ શહેરના એવા જાહેર સ્થળો કે જ્યાં લોકોની સૌથી વધુ ચહેલ પહેલ હોય છે, ત્યાં જ ફાયર સેફ્ટી નથી. RTIમાં એવો ખુલાસો થયો છે કે, અમદાવાદ એરપોર્ટ, કાલુપુર રેલવે સ્ટેશન અને એસટી બસ સ્ટોપ પાસે ફાયર વિભાગનુ NOC જ નથી. આ જવાબ અન્ય કોઈનો નહી, પરંતુ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. જો કે RTIના રિપ્લાય બાદ હવે સરકારી તંત્ર સફાળુ જાગ્યું છે અને ફાયર NOC લેવા કાર્યવાહી શરૂ કરી છે.

તાજેતરમાં જ ફાયર સેફ્ટીને લઈને હાઈકોર્ટે કડક ટકોર કરી હતી. જે બાદ ફાયર NOC વિનાની અનેક હોસ્પિટલો અને સ્કૂલોને ફાયર વિભાગ દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી. આટલું જ નહીં, અમુક હોસ્પિટલો અને સ્કૂલોને સીલ પણ કરવામાં આવી હતી. જો કે હવે ફાયર વિભાગમાં કરવામાં આવેલી RTIના જવાબમાં ખુલાસો થયો છે કે, ફાયર વિભાગ દ્વારા અમદાવાદ ઈન્ટરનેશન એરપોર્ટના સત્તાધીશો દ્વારા ક્યારેય NOCની માંગણી કરવામાં આવી નથી અને ફાયર વિભાગે આપી પણ નથી. વાત માત્ર એરપોર્ટ પૂરતી નથી, શહેરના એસટી બસ સ્ટેન્ડ અને કાલુપુર રેલવે સ્ટેશન પાસે પણ ફાયર NOC નથી.

આ અંગે RTI કરનાર યુવરાજ રાઠોડનું કહેવુ છે કે, એકતરફ તંત્ર દ્વારા ખાનગી પ્રોપર્ટી વિરુદ્ધ પગલાં લેવામાં આવે છે. બીજી તરફ વાત જ્યારે સરકારી ઈમારતોની આવે, જ્યાં દરરોજ લાખ્ખો મુસાફરોની અવરજવર છે, ત્યાંની સુરક્ષા પર કોઈની નજર નથી હોતી. આથી જ આવી જગ્યાની સુરક્ષાની માહિતી મેળવવા માટે RTI કરવામાં આવી હતી.

RTIનો જવાબ આવ્યા બાદ જ્યારે ચિફ ફાયર ઓફિસરનો સંપર્ક કરવામા્ં આવ્યો, ત્યારે તેઓનું કહેવુ હતું કે, એરપોર્ટના ટર્મિનલ 1 પાસે ફાયર NOC છે, પરંતુ એરપોર્ટની પોતાની ફાયર સિસ્ટમ છે. આથી અમારા ફાયર NOCની જરૂર નથી. હવે સવાલ એ ઉભો થાય કે, જો અમદાવાદ ફાયર વિભાગની NOCની જરૂર નથી તો એરપોર્ટના ટર્મિનલ 1 પુરતી કેમ NOC આપવામાં આવી?

એકતરફ બન્ને અધિકારીઓના અલગ-અલગ નિવેદનો તો બીજી તરફ RTIનો લેખિત જવાબ. હવે આ અસમજસની સ્થિતિમાં સાચુ કોણ? તે એક મોટો પ્રશ્ન છે. જો RTIનો લેખિત જવાબ સાચો છે, તો ફાયર વિભાગની મોટી બેદરકારી ગણાય અને તેના માટે જવાબદાર કોણ? તે સૌથી મોટો સવાલ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો