Ahmedabad Airport Golden Route for Gold Smuggling
  • Home
  • Ahmedabad
  • શું અમદાવાદ એરપોર્ટ સ્મગલરો માટે સ્વર્ગ બની રહ્યું છે?

શું અમદાવાદ એરપોર્ટ સ્મગલરો માટે સ્વર્ગ બની રહ્યું છે?

 | 4:45 pm IST
  • Share

  • અમદાવાદ એરપોર્ટ બન્યું દાણચોરીનું હબ
  • મોંઘા ફોન અને સોનાની દાણચોરીના કેસમાં વધારો
  • ઑક્ટોબર મહિનામાં જ રૂ.54 લાખની દાણચોરી ઝડપાઈ

અમદાવાદના એરપોર્ટ્સ પર દાણચોરીની ઘટનાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણનો દર ઘટવાની સાથે જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની મુવમેન્ટ અમદાવાદ એરપોર્ટ પર વધી ગઈ છે. સોના પર 12.5 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી અને 3 ટકા GSTના પગલે તેની દાણચોરી સૌથી વધુ થાય છે. ઑક્ટોબર મહિનાની શરૂઆતથી જ અમદાવાદ એરપોર્ટ પરથી 54 લાખ રૂપિયાની દાણચોરી ઝડપાઈ છે.

કસ્ટમ ડિપાર્ટમેન્ટ પણ દાણચોરીની આશંકાને પગલે એક્શનમાં આવી છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતી ફ્લાઈટ્સમાં આવતા પેસેન્જરો સસ્તુ સોનું લઈને આવતા હોય છે. આ મહિનાની શરૂઆતથી આજ સુધીમાં અમદાવાદ એરપોર્ટ પર 54 લાખ રૂપિયાની દાણચોરી ઝડપી પાડવામાં આવી છે. જેમાં મોંઘા આઈફોન અને સોનાની દાણચોરી સૌથી વધુ થઈ રહી છે.

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા ચેકિંગ દરમિયાન મુસાફરોથી મોંઘી ચીજવસ્તુંઓની દાણચોરી ઝડપાઈ રહી છે. જેમાં 5 ઑક્ટોબરે 2 મુસાફરો પાસેથી 12 લાખની કિંમતના સોનાના કડા ઝડપાયા હતા. જે બાદ 9 ઑક્ટોબરે 3 મુસાફરો પાસેથી 16.4 લાખની કિંમતનું 337 ગ્રામ સોનું ઝડપી પાડવામાં આવ્યું હતું.

11 ઑક્ટોબરે કસ્ટમ વિભાગે 7.54 લાખ રૂપિયાની કિંમતના 8 iPhone-12 અને 6 iPhone 11 પ્રો મેક્સ ઝડપી પાડ્યા હતા. આ સિવાય 11
ઑક્ટોબરે દુબઈથી આવેલા મુસાફર પાસેથી અંદાજે 20 લાખ રૂપિયાની કિંમતના 471.31 ગ્રામ સોનું ઝડપી પાડવામાં આવ્યું હતું. જેને રેડિયમ કોટિંગ કરીને દુબઈથી લાવવામાં આવ્યું હતું.

સોનાની દાણચોરી કરનારા માફિયાઓની નજર હવે દેશના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર છે. આ માટે ખાડી દેશોથી આવનારી ફ્લાઈટ્સ સાથે સંકળાયેલા એરપોર્ટ થકી સ્મગલિંગની જાળ બીછાવવામાં આવી રહી છે.

સરકારી રેકોર્ડ મુજબ, સૌથી વધુ સોનાના દાણચોરી કેરળમાંથી ઝડપી પાડવામાં આવી છે. આ સિવાય દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ અને બેંગલુરૂ એરપોર્ટ પરથી પણ મોટાપ્રમાણમાં સોનાની દાણચોરીના કેસો સામે આવી રહ્યાં છે. જો કે છેલ્લા થોડા સમયથી અમદાવાદ એરપોર્ટ પણ સ્મગલરો માટે ગોલ્ડ ફ્લાઈરૂટનું કેન્દ્ર બન્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો