ahmedabad akhabarnagar and 3 underpass bridges closed
  • Home
  • Videos
  • ભારે વરસાદના કારણે અખબાર નગર સહિત આ 4 અંડરપાસ બંધ કરવામાં આવ્યા, જુઓ Video

ભારે વરસાદના કારણે અખબાર નગર સહિત આ 4 અંડરપાસ બંધ કરવામાં આવ્યા, જુઓ Video

 | 12:45 pm IST

બા વિરામ બાદ ફરી રાજ્યમાં વરસાદનુ આગમન થયુ છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદના ભારે વરસાદના કારણે શહેરના મીઠા ખળી, પરિમલ, કુબેરનગર અને અખબાર અંડર પાસ બંધ કરવામાં આવ્યા છે. પાંચમો અંડરપાસ જે ઉસ્માનપુરામાં આવેલો છે ત્યાં વાહનવ્યવહાર ચાલુ છે. શહેરના અનેક વિસ્તારોના માર્ગો પાણી પાણી થઈ જતાં વાહન ધીમેધીમે પસાર કરવા લોકો મજબૂર બન્યા હતા. સાણંદમાં ચાર ઈંચ તો અમદાવાદ શહેરમાં પણ અત્યાર સુધી 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો.