Ahmedabad allowed 5 railway bridges, 10 andarapasane
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં હજુ 5 રેલવે ઓવરબ્રિજ અને 10 અન્ડરપાસને મંજૂરી, જાણો ક્યાં અને કયા વિસ્તારમાં બનશે

અમદાવાદમાં હજુ 5 રેલવે ઓવરબ્રિજ અને 10 અન્ડરપાસને મંજૂરી, જાણો ક્યાં અને કયા વિસ્તારમાં બનશે

 | 7:15 am IST

રાજ્ય સરકારની ફાટકમુક્ત-ગુજરાતની યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં રેલવે ફાટક ઉપર ૩૭ ઓવરબ્રિજ-અન્ડરપાસ બનાવવાના થાય છે, જે પૈકી શહેરી વિકાસ વિભાગને પ્રથમ તબક્કામાં અમદાવાદ શહેર માટે ૫ રેલવે ઓવરબ્રિજ અને ૧૦ રેલવે અન્ડરપાસ મંજૂર કર્યા છે.

રૂ. ૨૯૭.૪૫ કરોડની પ્રથમ તબક્કાની યોજનામાં રાજ્ય સરકારનો હિસ્સો રૂ. ૧૫૧.૭૯ કરોડનો રહેશે. અંદાજે બે વર્ષમાં આ ૧૫ ઓવરબ્રિજ-અન્ડરપાસ તૈયાર થયા બાદ અન્ય ઓવરબ્રિજ-અન્ડરપાસનું કામ હાથ ઉપર લેવાશે, તેમ જણાવાઈ રહ્યું છે. સૂત્રો કહે છે કે, એકલા અમદાવાદમાં જ ૭ રેલવે ઓવરબ્રિજ તથા ૧૪ રેલવે અન્ડરપાસ બનાવવાના થાય છે, જે પૈકી ૧૫ પ્રોજેક્ટને પ્રથમ તબક્કે મંજૂરી અપાઈ છે. 

સરકારી સૂત્રોના કહેવા મુજબ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ રેલવે ઓવરબ્રિજ-અન્ડરપાસ માટે જે રાજ્યના ખર્ચનો હિસ્સો છે, તેમાં ૫૦ ટકા નાણાં રાજ્ય સરકાર આપશે અને ૫૦ ટકા રકમ મહાનગર પાલિકાએ કાઢવાની રહેશે. અમ્યુકો દ્વારા રૂ. ૪૩૧.૭૭ કરોડના ખર્ચે કુલ ૨૪ રેલવે ઓવરબ્રિજ-અન્ડરપાસ બનાવવાની દરખાસ્ત રાજ્ય સરકારમાં થઈ હતી.

રાજ્ય સરકારનું ભેદભાવપૂર્ણ વલણ : ૪ અન્ડરપાસમાં ૧૦૦ ટકા ખર્ચો ભોગવશે

રાજ્ય સરકારે રેલવે ઓવરબ્રિજ-અન્ડરપાસ બનાવવાની યોજનામાં પિૃમ અમદાવાદ અને પૂર્વ અમદાવાદ વચ્ચે ભારે ભેદભાવપૂર્ણ નીતિ અખત્યાર કરી રહી છે. સાબરમતી ડી-કેબિન, હેબતપુર-થલતેજ, વંદે માતરB ઋતુ બંગલો ન્યૂ રાણીપ-ગોતા અને નવા વાડજ-નારણપુરા વચ્ચે અગિયારસી મંદિર ખાતે અન્ડરપાસની યોજનામાં રેલવે તંત્રએ નાણાં ફાળવવાની ના પાડતાં, રાજ્ય સરકારે ૧૦૦ ટકા પોતાના ખર્ચે અહીં અન્ડરપાસ બનાવવાનું નક્કી કર્યું છે. આવું વલણ બીજા વિસ્તારો માટે લેવાતું નથી.

ક્યાં બનશે રેલવે ઓવરબ્રિજ

ક્રમ     લોકેશન        અંદાજિત ખર્ચ  રાજ્યનો હિસ્સો

૧.      પુનીતનગર, ઇસનપુર   ૩૧.૦૫ ૧૫.૫૩

૨.      દક્ષિણી, મણિનગર      ૪૫.૦૦ ૨૨.૫૦

૩.      નરોડા જીઆઈડીસી     ૩૧.૦૫ ૧૫.૫૩

૪.      જગતપુર, ગોદરેજસિટી  ૬૨.૧૧ ૩૧.૦૬

૫.      ઉજાલા સર્કલ, એસજી હાઇવે     ૬૨.૧૧ ૩૧.૦૬

ક્યાં બનશે રેલવે અન્ડરપાસ

૧.      વટવા, વિંઝોલ  ૬.૧૨  ૩.૦૬

૨.      વંદે માતરB, ગોતા      ૭.૧૨  ૩.૫૬

૩.      ત્રાગડ-છારોડી  ૩.૧૨  ૧.૫૬

૪.      ઉમાભવાની, ચાંદખેડા   ૩.૭૪  ૧.૮૭

૫.      IOC, ચાંદખેડા   ૩.૧૨  ૧.૫૬

૬.      સાબરમતી, ડી-કેબિન    ૧.૨૬  ૧.૨૬

૭.      હેબતપુર, થલતેજ       ૨.૯૦  ૨.૯૦

૮.      વંદેમાતરB, ઋતુ બંગલો, ગોતા  ૧.૦૯  ૧.૯૦

૯.      અગિયારસી મંદિર, નારણપુરા   ૦.૮૪  ૦.૮૪

૧૦.    જલારામ મંદિર, પાલડી ૩૬.૮૨ ૧૮.૪૧

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન