AMTSનું વર્ષ 2018-19નું 508.17 કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ - Sandesh
NIFTY 10,380.85 +20.45  |  SENSEX 33,800.02 +96.43  |  USD 64.7950 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • AMTSનું વર્ષ 2018-19નું 508.17 કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ

AMTSનું વર્ષ 2018-19નું 508.17 કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ

 | 5:12 pm IST

અમદાવાદ મ્યૂનિસિપલ ટ્રાંસપોર્ટ સર્વિસનું વર્ષ 2018-19નું 508.17 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે, જેમા કરોડ રૂપિયાનું રેવન્યૂ બજેટ અને 10.07 કરોડ રૂપિયાનું કેપિટલ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યાં જ જો ગત વર્ષ 2017-18નીવાત કરીએતો 525.18 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં આ વર્ષે 18 કરોડ ના ઘટાડા સાથે નું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરાયું છે.

આ ડ્રાફ્ટ અંદાજપત્રમાં બજેટનું કદ ઘટાડાયું હોય તેમ કહેવામાં આવી રહ્યું છે. હાલમાં 304 જેટલી AMTSની બસો રોડ પર ચાલી રહી છે, જ્યારે આવનારા વર્ષમાં 750 જેટલી બસ રોડ પર ચાલે તેવું મનપાનું આયોજન છે. તમને જણાવી દઇએ કે, આ બજેટમાં મુસાફરો માટે કોઇ વિશેષ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી.

બજેટની મુખ્ય જોગવાઇ પર નજર કરીએ તો અર્બન સર્વીસ યોજના હેઠળ નવી મીની બસો ખરીદવાની, મુખ્ય ડેપો, ટર્મીનલ્સ પર શૌચાલય, પીવાના પાણીની સુવિધા વધારવા પર જોર આપવામાં આવ્યું છે. જી એસ આર ટીસીની બસો શહેરમા પ્રવેશ ન કરતા બસના મુસાફરોએ AMTS કે BRTSનો ઉપયોગ કરે. બીઆરટીએસ સ્માર્ટકાર્ડ માફક એએમટીએસ સ્માર્ટકાર્ડ બનાવામાં આવશે.