Ahmedabad, Vadodara Educational Tuition Classes in the city are closed
  • Home
  • Featured
  • અમદાવાદ, વડોદરા શહેરના તમામ શૈક્ષણિક ટ્યૂશન ક્લાસિસ બંધ રાખવા આદેશ

અમદાવાદ, વડોદરા શહેરના તમામ શૈક્ષણિક ટ્યૂશન ક્લાસિસ બંધ રાખવા આદેશ

 | 8:18 pm IST

સુરતમાં સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં લાગેલી આગમાં 21 વિદ્યાર્થીઓ જીવતાં ભડથું થઈ ગયા છે. સુરતની આગની ઘટનાના પડઘા છેક ગાંધીગનરથી લઈને રાજધાની દિલ્હી સુધી પડ્યાં છે. આ ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યું છે અને શિક્ષણ ક્લાસિસને લઈને કડક આદેશ આપવામાં આવ્યા છે.

સુરત જેવી દુર્ઘટના બાદ સફાળાં જાગેલાં અમદાવાદ તંત્રએ પણ ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીના મુદ્દે ગંભીરતા દર્શાવી છે. અમદાવાદ પોલીસ કમિશનરે આ મામલે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં 23 જુલાઈ સુધી તમામ ટ્યુશન ક્લાસીસ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તો સાથે જ કહેવામાં આવ્યું છે કે, ટ્યુશન ક્લાસીસની તમામ સુરક્ષા માટે NOC લેવું ફરજિયાત છે. તો શનિવારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, પોલીસ અને કલેક્ટર સંયુક્ત બેઠક કરશે. આ મહત્વની બેઠક કોર્પોરેશન ખાતે મળશે. જેમાં ફાયર સેફ્ટી મુદ્દે સંયુક્ત રણનીતિ બનાવીને કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે.

અમદાવાદમાં ચાલતા તમામ શૈક્ષણિક ટ્યૂશન ક્લાસિસ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદના મ્યૂનિશિપલ કમિશનર આશિષ નહેરાએ આ આદેશ આપ્યા છે. આશિષ નહેરાએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. જોકે આ આદેશમાં એ સ્પષ્ટ નથી કે શૈક્ષણિક ટ્યૂશન ક્લાસિસ ક્યાં સુધી બંધ રાખવા. પરંતુ જ્યાં સુધી આગામી આદેશ ના આપવામાં આવે ત્યાં સુધી આ આદેશનું પાલન કરવાનું રહેશે અને ટ્યૂશન ક્લાસિસ બંધ રહેશે.

આ ઘટના બાદ વડોદરા મ્યૂનિશિપલ કમિશનરે પણ શહેરના તમામ શૈક્ષણિક ટ્યૂશન ક્લાસિસ બંધ રાખવાનો આદેશ કર્યો છે.

અમદાવાદ ડીસીપીએ આપ્યો આદેશ

આ ઉપરાંત સુરતના સરથાણામાં ઘટેલી ગોઝારી ઘટનાને ધ્યાનમાં રાખી અમદાવાદ ડીસીપીએ લોકોને અપીલ કરી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે, શહેરમાં ફાયર સેફ્ટી વગર ચાલતા શિક્ષણ ટ્યૂશન ક્લાસિસની જાણકારી અપાવામાં આવે.

આમ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જ્યાયો છે. અગાઉ અનેકવાર ફાયર સેફ્ટીના ગંભીર સવાલો ઉઠવા પામ્યા છતાં પણ નિંભર તંત્ર ઉંઘતુ રહ્યું અને હવે જ્યારે સુરતમાં 20 વ્હાલસોયા વિદ્યાર્થીઓ આગમાં ભડથું થયા ત્યાર બાદ ઉંઘમાંથી જાગેલા તંત્રએ અમદાવાદ ટ્યૂશન ક્લાસિસ બંધ રાખવાના આદેશ આપ્યા છે.

જુઓ આ વીડિયો પણ

સુરત કોમ્પલેક્ષમાંથી મૃત દેહ બહાર કાઢયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન