Ahmedabad Baroda Expressway At Fire Braked in Luxury Bus
  • Home
  • Corona live
  • અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર એક ચૂકથી મોતના તાંડવના દ્રશ્યો સર્જાત, આખું ગુજરાત હચમચી ઉઠ્યું હોત…

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર એક ચૂકથી મોતના તાંડવના દ્રશ્યો સર્જાત, આખું ગુજરાત હચમચી ઉઠ્યું હોત…

 | 10:58 am IST

રાજ્યમાં લોકડાઉન હળવું થતા જ અકસ્માતોની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ-વે પર માકવા ગામ પાસે એક ખાનગી લકઝરી બસમાં આગ લાગવાની ગમખ્વાર ઘટના બની છે. આ બસ બેંગ્લોરતી રાજસ્થાન તરફ જઈ રહી હતી. ત્યારે આ ઘટના બની હતી. બસમાં કુલ 28 વ્યક્તિઓ સવાર હતા, જોકે સદ્દનસીબે તમામનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતા સમય રહેત ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવવી પડી હતી અને એક કલાકની જહેમત બાદ લક્ઝરી બસમાં લાગેલી આગને કાબુમાં લેવાઈ હતી.

આ ઘટનાની મળતી માહિતી મુજબ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર માકવા ગામ પાસે મોડી રાતે બસમાં ઓવરહીટ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી. દુર્ઘટનાગ્રસ્ત બસમાં 28 લોકો સવાર હતાં. લક્ઝરી બસ બેંગ્લુરુથી રાજસ્થાનના જોધપુર જઈ રહી હતી ત્યારે આ ઘટના ઘટી હતી. 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. એવું જાણવા મળી રહ્યું છે કે, એક્સપ્રેસ- વે પર આવેલા એક પેટ્રોલ પંપમાં ડિઝલ ભરાવવા જતા બસમાં અચાનક આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં એક બાજુ બસમાં આગ અને બાજુમાં પેટ્રોલ પંપ હોવાથી તમામના જીવ તાળવે ચોંટી ગયા હતા.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે લકઝરી બસમાં ઓવરહીટ થતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લકઝરી બસમાં 28 લોકોનો આબાદ બચાવ થતા ભગવાનનો આભાર માન્યો હતો. એક્સપ્રેસ વે પર 1 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. દરમિયાન નડિયાદ ફાયરબ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે, સદનસીબે બસમાં લાગેલી આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નહોતી અને લોકોને ઉગારી લેવામાં આવ્યા હતા.

ફાયર બ્રિગેડના જવાનોએ જીવના જોખમે પેટ્રોલ પમ્પ પર લાગેલી આગને બુજાવી હતી. જો સહેજ પણ ચુક થઈ હોત તો મોતના તાંડના દૃશ્યોથી ગુજરાત હચમચી ઉઠ્યું હોત પરંતુ સમય સૂચકતાએ આગને વિકરાળ થતી કે પ્રસરાતી અટકાવી હતી. આખરે આગ કાબુમાં આવ્યા બાદ મુસાફરોને અન્ય વાહનો મારફતે એક્સપ્રેસ વે પરથી રેસ્ક્યૂ કરી અને રાજસ્થાન પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન