Ahmedabad-born Indian woman Conservative nominee for UK poll
  • Home
  • Ahmedabad
  • અ’વાદી મહિલાનો UKમાં જબરો દબદબો, જે પાર્ટીનો વર્ષોથી કબજો છે તે સીટ પર ગુજરાતણ ‘સિંહ’ બનીને લડશે

અ’વાદી મહિલાનો UKમાં જબરો દબદબો, જે પાર્ટીનો વર્ષોથી કબજો છે તે સીટ પર ગુજરાતણ ‘સિંહ’ બનીને લડશે

 | 9:01 am IST

યુનાઈટેડ કિંગ્ડમમાં આગામી 12મી ડિસેમ્બરે પાર્લામેન્ટની સામાન્ય ચૂંટણીમાં મૂળ અમદાવાદના એક મહિલાએ પણ ઉમેદવાર તરીકે ઝંપલાવતા ઉત્સુકતા પેદા થઈ છે. ચાલીસ વર્ષીય તમકીન શેખ પ્રથમ વખત સંસદની ચૂંટણી લડી રહ્યાં છે. તેમનો જન્મ અને ઉછેર અમદાવાદ શહેરમાં જ થયો છે અને હાલ લંડનમાં નિવાસ કરે છે.

ર્બિંકગ મતક્ષેત્રમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત શેખે કહ્યું કે ભારતીય ચૂંટણીની તુલનામાં ઉમેદવારોએ અહીં મતદારો સાથે વધુ સંપર્ક રાખવો પડશે. મારો જન્મ અમદાવાદમાં થયો હતો અને હું નવરંગપુરા વિસ્તારમાં ઉછરી છું. માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલ અને એચ.એલ.કોલેજ ઓફ કોમર્સમાં અભ્યાસ કર્યો હતો. 2004માં ઉચ્ચ અભ્યાસ માટે યુકે જતા પહેલાં શહેરમાં અભ્યાસ અને કારકિર્દી માટે પત્રકારત્વનો કોર્સ પણ કર્યો હતો.

તમકીન શેખ બ્રેક્ઝિટના સમર્થક છે અને તેમની સામે લેબર પાર્ટીના ઉમેદવાર માર્ગરેટ હોજ છે. જેઓ 1994થી આ બેઠક પર ચૂંટાતા આવ્યા છે. આ બેઠક ૧૯૪૦ના દાયકામાં શરૃ થઈ ત્યારથી જ લેબર પાર્ટી પાસે રહી છે.

શેખે કહ્યું કે હું લાંબા સમયથી સામાજિક કાર્યમાં સક્રિય છું અને સ્થાનિક સમુદાય સાથે જોડાયેલી છું. આ રીતે જ મેં રાજકારણમાં પ્રવેશ કર્યો છે. આ મતક્ષેત્રમાં આફ્રિકા અને એશિયાથી સ્થળાંતર કરનારાની મિશ્ર વસતિ છે. મેં ધંધા અને નવિતાની તક ઉભી કરવા જેવા મુદ્દાઓ પર કન્ઝર્વેટિવ પાર્ટીની પસંદગી કરી છે. મારી જીત પછી મેં સામાજિક સંભાળ, યુવા સેવાઓ અને સામાજિક ઉદ્યોગોમાં સુધારો કરવાનું વચન આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન